Saturday, April 27, 2024
HomeGujaratમોરબીમાં ગત રાત્રીના ચિત્રકૂટ સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા : તસ્કરો CCTV માં કેદ...

મોરબીમાં ગત રાત્રીના ચિત્રકૂટ સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા : તસ્કરો CCTV માં કેદ પોલીસે તપાસ હાથ ધરી

ગત મોડી રાત્રીના તસ્કરો મકાનમાં ત્રાટકયા હતા :મકાન માલિક જાગી જતા તસ્કરોએ ધમકાવી સુઈ જવું કહ્યું હતું :સોસાયટીમાં અન્ય સિનિયર સિટીઝનો સાથે પણ તસ્કરોએ વાત કરી ધમકાવ્યા : તસ્કરો CCTVમાં કેદ

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ગત રાત્રીના બે વાગ્યે ચિત્રકૂટ સોસાયટીમાં બન્યો બનાવ છે જેમાં ચિત્રકૂટ શેરી ન.04 પાસે એક મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા જો કે બીજા માળે સુતેલા મકાન માલિક જાગી જતા પગથિયે બેઠેલા એક તસ્કરે ધમકાવી તેઓને સુઈ જાઓ નહિ તો મજા નહિ આવે એમ કહ્યું હતું તો આ જ રીતે રસ્તામાં પણ છેવાડે આવેલા મકાન માલિકો પણ જાગી જતા તસ્કરોએ તેઓને પણ ધમકાવી સુઈ જવા કહી ધમકાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં રાત્રીના બે વાગ્યાની આસપાસ આ ચોરો આવતા જ ચિત્રકૂટ ચોકમાં ચૂંટણી માટે બેઠેલા કાર્યકરો પણ આવી પહોંચ્યા હતા અને બાદમાં સોસાયટીના અન્ય લોકોને પણ હિંમત આવી હતી ત્યારે આ તસ્કરો ના હાથમાં હોકી ધોકા પાઇપ છરી જેવા હથિયારો હોવાનું પ્રત્યદરશીઓએ જણાવ્યું હતું આ ઘટનાની જાણ પોલીસને કરતા એ ડિવિઝન પોલીસ પણ આવી પહોંચી હતી અને બનાવની નોંધ કરી તપાસ આદરી છે જેમાં આ પાંચ જેટલા તસ્કરો હથિયાર સાથે CCTV માં કેદ થયા છે ત્યારે પોલીસે ચોરી થયેલા મુદામાલ સહિતની ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!