Monday, January 6, 2025
HomeGujaratમોરબીની વાણીયા સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા: રોકડ, દાગીના સહિત સાડા પાંચ લાખની ચોરી...

મોરબીની વાણીયા સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા: રોકડ, દાગીના સહિત સાડા પાંચ લાખની ચોરી થયાની રાવ

મોરબીની વાણીયા સોસાયટીમાં આજે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં મકાનમાલિક નીચેના રૂમમાં તાળું મારી ઉપરના રૂમમાં સુતા હતા. આ દરમિયાન ત્રાટકેલ તસ્કરો તાળું તોડી કબાટમાં રહેલ રોકડ, દાગીના સહિત 5.42 લાખની મતા ઉસેડી જતા મકાનમાલિક પર આભ ફાંટી પડ્યો છે. આ અંગે ફરિયાદ બાદ પોલિસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડીવિઝન પોલીસ મથકથી ત્રણ કિમી દૂર આવેલ શોભેશ્વર રોડના વાણીયા સોસાયટીમાં રહેતા મૂળ પોરબંદરના અદિત્યાંણાં ગામના અનીલભાઇ છગનભાઇ ડાકીના રહેણાક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અનિલભાઈ ગતરાત્રીના પોતાના રહેણાક મકાનમા નીચેના માળે તાડુ મારીને ઉપરના માળે સુતા હતા. આ વેળાએ અજાણ્યા ચોર ઇસમે રાત્રીના દોઢ વાગ્યાથી સવારના નવ વાગ્યા દરમ્યાન મકાનના નીચેના માળે મેઇન દરવાજાનુ તાડુ તોડી મકાનમા પ્રવેશ કરી રૂમમા રાખેલ લોકરનો લોક તોડી અંદર ટ્રકના ભાડાના આવેલ રોક્ડ રૂપીયા-૫,૩૪,૦૦૦ તથા ચાંદિના છડા (સાકળા) આશરે ર૦૦ ગ્રામ વજનના કીરૂ-૮,૦૦૦ સહિત રૂપીયા-૫,૪૨,૦૦૦ ની મતાની ચોરી કરી લઈ ગયા હતા આ અંગે જાણ થતા અનિલભાઈએ અજાણ્યા શખ્સો સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાજુના સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!