Friday, September 20, 2024
HomeGujaratશિયાળાનો લાભ ઉઠાવતા તસ્કરો:ટંકારામાં ગોડાઉનમાંથી જીરુંના ૬૮ કટ્ટા સહિત ૮.૨૧ લાખના મુદામાલની...

શિયાળાનો લાભ ઉઠાવતા તસ્કરો:ટંકારામાં ગોડાઉનમાંથી જીરુંના ૬૮ કટ્ટા સહિત ૮.૨૧ લાખના મુદામાલની ચોરી

શિયાળો ધીમે ધીમે જામી રહૃાો છે તો બીજી તરફ ચૂંટણીનો જંગ પણ ચાલે છે. અને શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઇ છે જેથી રાત્રીના સમયે લોકો નો આવરો જાવરો પણ સાવ ઓછો થઈ જાય છે તેવા સમયે ચોરો આવા મોકાનો ફાયદો ઉઠાવતા હોય છે ત્યારે ટંકારામાં વધુ એક ગોડાઉનમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતિ અનુસાર, રાજકોટની શિવધારા રેસીડેન્સીમાં રહેતા પ્રવિણભાઈ મોહનભાઈ અણદાણીનું ટંકારામાં તિરૂપતી એંન્ટરપ્રાઈઝ નામનું ગોડાઉન છે. જ્યાં ગત તા.૨૫/૧૧/૨૦૨૨ રાત્રીના સમયે કોઇ અજાણ્યા ત્રણથી ચાર તસ્કરોએ ગોડાઉનનુ શટર તોડી અંદર પ્રવેશી જઈ ગોડાઉનમા રાખેલ ઝીરાના ૬૮ કટ્ટા કે જેની બજાર કિંમત રૂ.૮,૧૬,૦૦૦/- છે તથા એક ઇલેકટ્રીક વજન કાંટો મળી કુલ રૂ ૮,૨૧,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. જેને લઇ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ પોલીસે સમગ્ર મામલે CCTV તપાસી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!