પરિવાર ધંધુકા ખાતે વતનમાં ગયો પાછળથી તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો
હળવદ ટાઉનમાં વધુ એક ઘરમાં ચોરી થયાનો બનાવની પોલીસ ફરિયાદ નોંધાઈ છે . જેમાં હલવાદની પટેલ છાત્રાલય પાસે આવેલ વિશ્વાપાર્ક સોસાયટીમાં રહેતા પાન સોડાના વેપારી પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બે દિવસ માટે ઘરને તાળું મારી પોતાના વતન ગયેલ હોય ત્યારે તસ્કરોએ ઘરના મેઈન દરવાજાના લોક તોડી તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ.૭૧,૬૫૦/-ની માલમત્તાની ચોરી કરી ગયાની ફરિયાદ અત્રેના હળવદ પોલીસ મથકમાં નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ ટાઉનમાં પટેલ છાત્રાલય પાસે આવેલ વિશ્વાપાર્ક સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ ઈશ્વરભાઈ પરમાર ઉવ.૪૦ એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૨૯/૦૬ના રોજ પોતાના ઘરને તાળું મારી પોતાના વતન ધંધુકા ખાતે પરિવાર સાથે ગયા હતા જ્યાંથી ગત તા.૦૧/૦૭ના રોજ હળવદ ખાતે આવતા હોય ત્યારે એટલે કે બે દિવસ દરમિયાન અરવિંદભાઇના બંધ મકાનમાં કોઈ અજાણ્યો ચોર ઈસમે ઘરના મુખ્ય દરવાજાનુ લોક તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમનાં દરવાજાનો નકુચો તોડી બેડરૂમમાં આવેલ પતરાની તિજોરીનું લોક તોડી તેમાં મુકેલ રોકડા રૂપિયા રૂ. ૧૫૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના રૂ. ૪૬૬૫૦/- તથા ચાંદીના સિક્કા કી. રૂ. ૧૦૦૦૦/- આશરાના મળી કુલ રૂ.૭૧,૬૫૦/- ની મત્તાની ચોરી કરી ગયા અંગે ફરિયાદ નોંધાવી હતી. હાલ હળવદ પોલીસે વિવિધ દિશામાં ચોરી અંગેની તપાસ ચલાવી છે.