ટાટા સુમો અને બોલેરોમાં ૬૦૦ લીટર દેશી દારૂ સહિત રૂ. ૬.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરતી વાંકાનેર તાલુકા પોલીસ.
વાંકાનેર તાલુકાના ભલગામ ગામની સીમમાં દેશી દારૂની હેરાફેરી કરી રહેલા શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. પોલીસની રેઇડ દરમિયાન ટાટા સુમો અને બોલેરો ગાડીમાંથી ૬૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જ્યારે બન્ને ગાડીના ચાલક તથા દેશી દારૂની હેરાફેરી કરવા આવેલ કુલ ચાર મજૂરો સહિત છ ઇસમોની અટક કરવામાં આવી હતી, જ્યારે દેશી દારૂનો જથ્થો મંગાવનારનું નામ ખુલતા પોલીસે તેને ફરાર દર્શાવી, બે વાહનો સહિત કુલ રૂ. ૬.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ ચલાવી છે.
વાંકાનેર તાલુકાના ભલગામ ગામની સીમમાં નર્મદા કારખાનાથી આગળ ચાંમુડાનગર તરફ જતા રસ્તે બોરીયાના કાંઠે દેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે રેડ પાડી હતી. ત્યારે પોલીસે રેડ દરમિયાન સ્થળ ઉપરથી બે વાહનો ટાટા સુમો રજી. નં. જીજે-૦૧-અરજી-૨૦૪૩ અને બોલેરો રજી. નં. જીજે-૦૩-બીટી-૦૯૬૩ માંથી કુલ ૬૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧.૨૦ લાખ જપ્ત કરવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે આરોપી ટાટા સુમો ચાલક રાજુભાઈ દડુભાઈ જળુ ઉવ.૪૨ રહે.સાલખડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર તથા બોલેરો ચાલક આરોપી વિહાભાઈ માધાભાઈ સાપરા ઉવ.૩૫ રહે.ગુંદાખડા તા.વાંકાનેર તેમજ દેશી દારૂની હેરાફેરી કરતા આરોપી મજૂરો જેમાં મનસુખભાઈ ઉર્ફે ટાલો કેશાભાઈ ગણાદીયા ઉવ.૪૦ રહે.સતાપર તા.વાંકાનેર, ભગવાનભાઈ સોમાભાઈ સરવૈયા ઉવ.૩૨ રહે.ગુંડાખડા તા.વાંકાનેર, વિનુભાઈ કારાભાઈ સરવૈયા ઉવ.૪૫ રહે.ગુંદાખડા તા.વાંકાનેર, રાજુભાઈ ખીમાભાઈ ગણાદીયા ઉવ.૪૨ રહે.સતાપર તા.વાંકાનેર વાળા એમ કુલ ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પોલીસની સઘન પૂછતાછમાં પકડાયેલ આરોપી રાજુભાઈ પાસેથી આરોપી સંજયભાઈ ઉર્ફે દલો નરશીભાઈ મકવાણા રહે.નાળીયેરી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાએ દેશી દારૂ મંગાવ્યો હોવાની કબૂલાત આપતા, પોલીસે આરોપી સંજયભાઈ ઉર્ફે દલોને ફરાર દર્શાવી બે વાહન, દેશી દારૂ સહિત ૬.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.