Sunday, March 22, 2026
HomeGujaratહળવદના કડીયાણા નજીક જુપીટરમાં દેશી દારૂની હેરાફેરી: એક ઝડપાયો, સપ્લાયર ફરાર

હળવદના કડીયાણા નજીક જુપીટરમાં દેશી દારૂની હેરાફેરી: એક ઝડપાયો, સપ્લાયર ફરાર

હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક પોલીસે રેઇડ કરી જયુપીટરમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ૪૦ લીટર દારૂ અને વાહન સહિત રૂ.૩૮,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે સપ્લાયરનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક પાંડાતીરથ ગામ જવાના રસ્તેથી પોલીસે બ્લુ કલરના ટીવીએસ જયુપીટર મોપેડ રજી.નં. જીજે-૩૬-બીસી-૫૫૦૨ માં દારૂ લઈ જતા આરોપી ગોપાલભાઈ ચંદુભાઈ ઉઘરેજા ઉવ.૨૫ રહે. ત્રાજપર ખારી મોરબી વાળાને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી આશરે ૪૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૮ હજાર મળી આવ્યો હતો. જેથી પોલીસે મોપેડ તથા દેશી દારૂ મળી કુલ ૩૮ હજારનો મુદાનલ જપ્ત કર્યો હતો. પકડાયેલ આરોપીની પૂછતાછમાં આ દારૂ કડીયાણા ગામના દેવીપુજક વાસમાં રહેતા સોમાભાઈ ઉમરભાઈ દેવીપુજક પાસેથી વેચાણના ઇરાદે લાવવામાં આવ્યો હતો. જેથી હળવદ પોલીસે તે આરોપીને ફરાર જાહેર કરી બન્ને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!