વાંકાનેર સીટી પોલીસે વધાસીયા ટોલપ્લાઝા નજીક રેઇડ કરીને આઇસર વાહનમાં ડુંગળીની આડમાં છૂપાવવામાં આવેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે આઇસર ચાલક એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે દારૂ મોકલનારને ફરાર દર્શાવી, પોલીસે કુલ રૂ.૬૦,૦૫,૧૪૦/-નો મુદામાલ કબજે લઈ આગળની તપાસ ચલાવી છે.
વાંકાનેર સીટી પોલીસ મથક પીઆઇ એચ.એ. જાડેજાની આગેવાનીમાં પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે વધાસીયા ટોલપ્લાઝા પહેલા દ્રારકાધીસ હોટલ સામે, વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ચેકિંગ દરમ્યાન આઇસર વાહન રજી. નં. કીજે-૧૨-બીએક્સ-૫૬૭૯ રોકી તપાસ કરતાં તેમાં સડી ગયેલી અને સારી મિક્સ ડુંગળીની આડમાં વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળ્યો. જપ્ત કરાયેલા દારૂમાં અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ૭,૫૨૪ નંગ બોટલ જેની કિ.રૂ.૫૩,૦૧,૧૬૦/- થાય છે, આ ઉપરાંત આઇસર વાહન કિ.રૂ.૭ લાખ, મોબાઇલ તથા ડુંગળી સહિત રૂ.૬૦,૦૫,૧૪૦/- થાય છે. આ સાથે આઇસર ચાલક આરોપી મોહમદઉસ્માન મોહમદઉમર મેઉ ઉવ.૩૩ હાઉસ નં.૧૨૭ પુનાહાના જીલ્લો મેવાત હરિયાણા વાળાની અટક કરવામાં આવી હતી, પકડાયેલ આરોપીની પૂછતાછમાં ૯૯૧૩૧૨૬૧૩૯ મોબાઇલ નંબર ધારક કે જેને દારૂ મોકલ્યો હતો તેવી કબુલાત આપતા પોલીસે તેને ફરાર દર્શાવી આગળની તપાસ ચલાવી છે