મોરબી શહેરમાં કરોડોના ખર્ચે હાઇફાઇ બનેલુ નવુ બસ સ્ટેન્ડ ને શુ ગ્રહણ લાગી ગયેલ છે કે નજર લાગી ગયેલ છે? લોકાર્પણ માટે કોની રાહ જોવાઇ રહી છે? આધુનીક બસ સ્ટેન્ડ ૬ થી ૭ મહીનાથી કામ પૂર્ણ થયું હોવા છતાં ખુલ્લું ન મુકતા આજુબાજુના મોરબી જીલ્લાના ગામડેથી આવન જાવન કરતા અને વિધાર્થીઓને અને લોકોને પરેશાની વેઠવી પડી રહી છે.
આથી મોરબીની જનતા વતી સામાજિક કાર્યકરોએ રજુઆત કરતા જણાવ્યું છે કે તાત્કાલીક નવું બસ સ્ટેન્ડ ચાલુ કરવા બાબત અવાર નવાર રજુઆત કરવા હોવાથી તંત્ર કોઇ ઘ્યાન દેતુ નથી શુ કોઇ નેતાઓની રાહ જોવાની છે? નવે નવુ બસસ્ટેન્ડ ચારે કોર થી ગંદકી નો રાફળો અને પાન-માવાની પીચકારીઓ મારેલ છે કરોળો ના ખર્ચે પ્રજાના પૈસાનો વાણો કરેલ છે મોરબી-માળીયા ના ધારાસભ્ય ને શું ખબર નથી?
અંગત રસ લઇને નવુ બસસ્ટેન્ડ ચાલુ કરવા અન્ય પ્રજાજનો ની માંગણી છે ચુટણી થઇ ત્યારે વાઇદા દેતા હતા કે અમે મોરબી જીલ્લાને પેરીસ બનાવીશુ મોરબી નુ નવુ બસસ્ટેન્ડ એક ચાલુ કરાવી નથી શકતા તો આમા પેરીશ બનાવવા ની વાત કયાથી આવી?
તેમજ આથી મોરબીના સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે તથા જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ સહિતના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જો દિવસ પંદરમાં નવુ બસ સ્ટેન્ડ ચાલુ કરવામાં નહી આવે તો મોરબી ની જનતા ને સાથે રાખીને વિધાર્થીઓને સાથે રાખીને મોરબી નવા બસસ્ટેન્ડ ને લોક ઉપયોગ માટે ખોલી નાખવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે નવા બસ સ્ટેન્ડ ને ચાલુ કરવામાં ગ્રહણ લાગી ગ્યુ છે. અને માથે ટુંક સમય માં ચોમાસું આવી રહીયુ છે તો મોરબીના અને આજુબાજુ ના ગામડા ના લોકોને અને વિધાર્થીઓને હેરાનગતીનો સામનો કરવો પડશે તો ૧૫ દિવસમાં આ બસ સ્ટેન્ડ નું લોકાર્પણ કરવા મોરબી જીલ્લાના ગામડાના લોકો અને વિધાર્થી અને સામાજીક કાર્યકરો ની નમ્ર વિનંતી છે.