મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર તથા ગોલમાલને કારણે મોરબી સિવલ હોસ્પટલના સફાઇ કામદારો, નર્સિંગસટાફ, સીકીયુરીટી, ડ્રાયવર સહિતના લોકો પીસાઈ રહ્યા છે. જેમને ન્યાય મળે તે માટે હવે મોરબીના સામાજીક કાર્યકરો મેદાને આવ્યા છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ દ્વારા આજ રોજ આરોગ્ય મંત્રીશ્રી, મોરબી જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી, મોરબી સીવીલ હોસ્પીટલના સુપ્રીટેન્ડર, સાંસદ કેશરી દેવસિંહ ઝાલા તથા મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયાને પત્ર લખી જણાવ્યું છે કે, મોરબી સિવિલ હોસ્પિટલ સામાન્ય જનતાને અરોગ્ય સેવા આપતી સંસ્થા છે. ત્યાં છેલ્લા કેટલાક સમયથી ગંભીર ગેરવહીવટી અને ભ્રષ્ટાચારના કિસ્સા વધયા હોવાનું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હોસ્પિટલના વહીવટી વિભાગમાં નાના કર્મચારીઓના પગાર કાપી આપવામાં આવે છે. અને કેટલાકને તો બે-બે મહિના પગાર મળતા નથી. આ પ્રકારની હરકતો તંત્રની છબીને બદનામ કરે છે અને સૌથી વધુ અસર એ લોકો પર પડે છે. જે રાત-દિવસ દર્દીઓને સેવા આપે છે. આ પ્રકારે માનવ સેવા કરતા કર્મચારીઓના હકકના પૈસા રોકી રાખવા કે કપાત કરવા જેવો કૃત્ય ગેરકાયદેસર અને દંડનીય ગુનો ગણાય છે. હોસ્પિટલના અધ્યક્ષ તથા સંચાલન તંત્ર સામે શંકા ઉભી થવી સ્વાભાવિક છે. આથી આ મામલે તાત્કાલિક સ્વતંત્ર તપાસ કમિટી રચી, વહીવટી તંત્રના દરેક સ્તરે તપાસ હાથ ધરવામાં આવે અને જો કોઈ અધિકારી કે કર્મચારી દોષી સાબિત થાય તો તેની વિરુધ્ધ કડક કાનુની પગલાં લેવામાં આવે. સાથે સાથે નાના કર્મચારીઓને તેમના બાકી રહેલા પગારની ચુકવણી તાત્કાલિક કરવા માટે સ્પષ્ટ આદેશ આપવો જરૂરી છે. જેથી ગરીબ માણસો સફાઈ કર્મચારી, નર્સંગસટાક, ડ્રાયવર, સીકયુરીટી દીવાળી જેવા મોટા તહેવારો સરખી રીતે મનાવી શકે જેમાં ઘણાં લોકોની હાજરી પુરી હોવા છતાં પણ કોઈ ના ૧૦૦૦,૫૦૦,૨૦૦,૭૦૦ જેવા પગાર કપાણાં છે. તો આ અરજીને ધ્યાનમાં લઇ તાત્કાલીક પગલાં લેવા માંગ કરવામાં આવી છે.