Tuesday, September 16, 2025
HomeGujaratમોરબીના વજેપર શેરી નં.૨૩ના સાર્વજનિક પ્લોટમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા સામાજિક...

મોરબીના વજેપર શેરી નં.૨૩ના સાર્વજનિક પ્લોટમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા સામાજિક કાર્યકરોની માંગ

મોરબીનાં સામાજિક કાર્યકરો દ્વારા આજ રોજ મનપા કમીશ્નર, કલેકટર તથા ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયાને આજ રોજ પત્ર લખી વજેપર શેરી નં.૨૩ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર ભુંડનું કતલખાનું ચાલતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કતલખાનાનાં રસ્તા પર લોહી નાં ખાબોચ્યા ભરેલા હોય જેથી રોગચાળો અને ગંદકી થાય છે. જેથી આ દુર કરવા તથા આંગણવાડી બનાવવા માંગ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ દ્વારા આજ રોજ મનપા કમીશ્નર, કલેકટર તથા ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે, વજેપર શેરી નં.-૨૩ માં આવેલ સાર્વજનિક પ્લોટમાં આવારાતત્વો ભુંડ પકડવાનો ધંધો કરે છે. શું તેની પાસે લાયસન્સ છે ? તેઓએ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરી વાડો બનાવેલ છે. અને તેમાં ભુંડને પુરે છે. જેનાથી અમારા વિસ્તારમાં ગંદકી ફેલાય છે. અને આ પ્લોટની બાજુમાં આંગણવાડી કેન્દ્ર આવેલ છે. જે ભાડે છે તે પણ જર્જરીત થઈ ગઈ છે. તો પણ આ આંગણવાડી ચાલુ છે. જો કાંઇ પણ કુદરતી બનાવ બને તો તેની જવાદાર કોણ લેશે ? જે આ ગંદકીના લીધે બાળકો બિમાર પડે તેના લીધે બંધ અથવા અન્ય સ્થળે લઈ જવાની ફરજ પડેલ છે. અને વજેપર-૨૩ માંથી શેરી નં.-૨૨ માં જવાનો રસ્તો પણ બંધ કરી દેવાયો છે. ૨૦૨૪ માં મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયાએ રૂ.૧૨,૦૦,૦૦૦/- પાસ થયેલ હતા. તો કાંતીભાઈ આવી મોટી મોટી વાતો કરે છે તો એક આંગણવાડી તો બનાવી દો આ પૈસા કંયા ગયા એવુ પ્રજા પુછે છે. ત્યારે યોગ્ય કાર્યવાહી કરી આ વિસ્તારમાં સાર્વજનીક પ્લોટમાં થયેલ ગેરકાયદેસર રીતેનું દબાણ દુર કરવા પકડેલ ભુંડને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવા અને ગંદકી દુર કરવા તથા શેરી નં.-૨૨ માં જવાનો રસ્તો ખુલ્લો કરાવવા તથા આંગણવાડી માટે બેસવાની વ્યવસ્થા ના હોવાથી વજેપર વિસ્તારમાં શિવ સોસાયટી સામે સરદારજીના બંગલાની સામે ખરાબો વાળેલ છે. જે હટાવી અમને આંગણવાડી બનાવવી તેવી વિસ્તારની પણ ઇચ્છા છે. જેથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!