મોરબી મહાનગરપાલીકામાં રીનોવેશનની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ત્યારે સામાજિક કાર્યકરોએ મહાનગર પાલિકામાં હીંચકા, લપસીયા તેમજ બેસવા માટે બાકડા પણ નાખવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ શહેરના એક ગાર્ડન માટે ગ્રાન્ટ ફાળવાય છે જ્યારે અન્ય ગાર્ડન બાકાત કરાતા સામાજિક કાર્યકર્તાઓએ દરેક ગાર્ડનના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેમજ મયુર પુલ ઉપર અને અન્ય સ્થળોએ બાકડા નાખવામાં આવે તેવી રજૂઆત મહાનગર પાલિકાના કમિશ્નરને કરી છે…
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ અને ગીરશભાઇ છબીલભાઈ કોટેચાએ મોરબી મહાનગર પાલીકાના કમિશ્નરને પત્ર લખી માંગ કરી છે કે મોરબી મહાનગર પાલિકાની બની છે. ત્યારે મોરબીમાં ફરવા જેવા સ્થળ હોવા જોઇએ જેમાં હાલ શનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી તે ખુબ જ સારી વાત છે પણ શું ? મહાનગર પાલીકાના અધીકારી અને કમીશનરને જાણ નથી કે મોરબીમાં અન્ય પણ બાગ-બગીચા ભંગાર હાલતમાં છે ? જેમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગ , રાણીબાગ, મણીમંદીર, અને સાસા કાંઠે વિસ્તારમાં આવેલ કેસરબાગ ? શું બગીચા મોરબીમાં મહાનગર પાલીકા વિસ્તારમાં આવતા નથી ? તો તેમાં ગ્રાન્ટ ફાળવવામાં કેમ ચુક થઇ છે. શું બાગ-બગીચામાં ગ્રાન્ટ દેવા માટે સરકાર પાસે પુરતા નાણા નથી કે પછી તંત્રને આ બાગ-બગીચા ઘ્યાનમાં નથી. ત્યારે મોરબીના ધારાસભ્ય કાન્તીલાલ અમૃતીયાને મોરબીના જાગૃત સામાજીક કાર્યકરોએ મોરબીની જનતા વતી માંગ કરી છે કે બાગ-બગીચામા તાત્કાલીક ગ્રાન્ટ ફાળવે અને બાગ-બગીચાનો વિકાસ કરે તેમજ બાળકો માટે લક્સીયા, હીંચકા તથા બાકડા મૂકવામાં આવે તેમજ રાજાશાહી વખતના પીકનીક સેન્ટર છે તે પણ હાલ ખંઢેર હાલત માં છે તેથી તેનો પણ વિકાસ થાય તો મોરબીના સામાકાંઠા વિસ્તારના લોકોને પણ ફરવાનું એક સ્થળ મળી શકે. તેથી મોરબીની જનતા વતી સામાજિક કાર્યકરોએ બેસવા માટે. બાકડા મૂકવા તેમજ અલગ અલગ ગાર્ડનનો વિકાસ કરવામાં આવે તેવી માંગ કરી છે…