મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા આજ રોજ મનપા કમિશ્નર અને કલેક્ટરને પત્ર લખી મોરબીના મહેન્દ્ર પરાથી પંચાસર રોડ પર થયેલ વિકાસનો આભાર માનવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં મનપા દ્વારા ડબલ પટ્ટી રોડ બનાવી લાઈટો લગાવવામા આવી છે. જો કે, આ વિસ્તારમાં સી.સી.ટી.વી. કેમેરા ના હોવાથી અહીં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા માંગ કરવામાં આવી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા દ્વારા આજ રોજ મનપા કમિશ્નર અને કલેક્ટરને પત્ર લખી જણાવવામાં આવ્યું હતું કે, મોરબીમાં મહેન્દ્રપરાથી પંચાસર રોડનો વિકાસ પુર્ણ થઇ ચુક્યો છે. ત્યારે આ નવા રોડનું નિર્માણ પુર્ણ થયા બાદ મોરબીના જાણીતા સામાજીક કાર્યકર રાજુભાઈ દવેએ તંત્રને આ મહત્વપુર્ણ કામગીરી બદલ ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો છે. નવા રોડના બનાવથી લોકો માટે યાત્રા વધુ સરળ અને સલામત બની છે. તેમજ ટ્રાફીક વ્યવસ્થા પણ સુગમ બની છે. રાજુભાઈ દવેનો મત છે કે, સતત સહયોગ અને અધિકારીઓની યોગ્ય કામગીરી દ્વારા મોરબીમાં નાગરીકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય અને શહેરમાં સુરક્ષા અને શિસ્તની સંવેદનશીલતા વધારી શકાય આ ઉપક્રમે મોરબીના લોકોના કલ્યાણ અને શહેરનો વિકાસ યાત્રામાં એક પ્રેરણાદાયક ઉદાહરણ પુરૂ બની રહ્યુ છે. આ માર્ગ અને સુરક્ષા સુવિધાઓથી મોરબીના નાગરીકો હવે આરામદાયક અને સુરક્ષીત અને સુવ્યવસ્થીત મુસાફરી કરી શકશે જે સામાજીક કાર્યકરો અને તંત્રના મળેલા સહયોગનું સાક્ષી છે. ત્યારે આ રોડ પર સીસીટીવી કેમેરા ના હોવાથી અહીં સીસીટીવી કેમેરા લગાવવા માંગ કરવામાં આવી છે.