સિરામિક ઈન્ડસ્ટ્રીઝ હબ એવા મોરબીના કાળજાળ ગરમી પડી રહી છે.ત્યારે સિવિલ હોસ્પીટલ આવતા દર્દીઓને આકરી ગરમીમાં સેકાવું પડે છે.ત્યારે ગરમીથી રાહત મળી રહે તે માટે દરેક વોર્ડમાં તાત્કાલિક કૂલર મૂકવા દર્દીઓ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, ગિરીશભાઈ કોટેચા અને રાણેવાડિયા દેવેશ મેરુભાઈ સહિતના દ્વારા મોરબીમાં કાળજાળ ગરમી પડતી હોવાથી સિવિલ હોસ્પિટલમાં દરેક વોર્ડમાં તાત્કાલિક કૂલર મૂકવામાં આવે તેવી દર્દીઓ વતી માંગ કરવામાં આવી છે. હાલ આકરી ગરમીમાં અનેક દર્દીઓને ઘરેથી પંખા લાવવા પડે છે. ત્યારે ધારાસભ્ય દૂધરેજિયા, કાંતિ અમૃતિયા, સિવિલ સુપ્રિટેનડેન્ટ અને જિલ્લા કલેકટરને ગત વર્ષની જેમ આ વર્ષે પણ કૂલર મૂકવા રજૂઆત કરાઈ છે. તેમજ અનેક દર્દીઓ એટેક વાળા, ડાયાબિટીસ, તેમજ બીપી સહિતના દર્દીઓ આવતા હોય છે જેના માટે પંખા પણ અસર કરતા નથી ત્યારે વહેલી તકે તાત્કાલિક ધોરણે કૂલર મૂકવા સામાજિક કાર્યકરો દ્વારા રજૂઆત કરાઈ છે.