મોરબીમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાત્રીની અંધકાર ભર્યું અને ડરનો માહોલ ફેલાયો છે. તેમજ અંધારામાં લુંટફાટ, એક્સીડન્ટ ચોરી જેવી બાબતો બને છે. તેમજ પાડાપુલની સ્ટ્રીટ લાઇટો ૩૦ થી ૩૬ લાઇટો, બેઠા પુલની તમામ લાઇટો બે થી ત્રણ મહિનાથી બંધ,લખધીર બાપુના બાવલા પાસે મોટી સોડીયમ લાઇટ બે થી ત્રણ વર્ષથી બંધ છે. તેમજ વીસી ફાટકથી નવલખી ફાટક સુધીની તમામ લાઇટો બંધ છે તે ઉપરાંત પણ મોરબી શહેરની અનેક લાઈટો બંધ છે જે લાઈટો તાત્કાલીક નાખવા બાબતે તેમજ મોરબીનો નદીનો બેઠો પુલ અંધાર પટ કેમેરાની લાઈટ પણ ચાલુ નથી જે ચાલુ કરવા મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે..
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, મુશાભાઇ બ્લોચ વિગેરે દ્વારા મોરબીના ચીફ ઓફિસર રજુઆત કરવામાં આવી છે કે મોરબીમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ છે જેને કારણે અનેક બનાવો બનવા પામે છે. જેમાં પાડાપુલની સ્ટ્રીટ લાઇટો ૩૦ થી ૩૬ લાઇટો, બેઠા પુલની તમામ લાઇટો બે થી ત્રણ મહિનાથી બંધ છે, લખધીર બાપુના બાવલા પાસે મોટી સોડીયમ લાઇટ બે થી ત્રણ વર્ષથી બંધ છે, અને વીસી ફાટકથી નવલખી ફાટક સુધીની તમામ લાઇટો બંધ છે, ટાઉનશીપ રોડ, સામાકાંઠે સ્મશાન ત્યાં લાઇટ બંધ છે, મોરબી-૨ ની જુની પોષ્ટ ઓફીસ પાસે નઝર બાગ થી રેલ્વે સ્ટેશન સુધી લાઈટ બંધ છે, તેવા અનેક વિસ્તાર વીસીપરા રોડ, શનાળા રોડ, વાવડી રોડ, લીલાપર રોડ, લાતી પ્લોટ તેમજ અનેક વિસ્તારમાં અંધાર પટ છે. પુલ ઉપર અને નીચે પુલ પરની લાઈટ બંધ હોવાથી ત્યાં એકસીડન્ટ અને ચોરી લુંટફાટના બનાવો બને તેવો ભય છે. મોરબીનગર પાલિકા મોટા પાયે ૧૫ ટકા જેટલો ટેક્સ ઉઘરાવે છે છતાં મોરબીમાં અંધાર પટ છે અને પ્રજા તાહીમામ પોકારી રહી છે. તેમ છતાય કયાય સુવિધા નથી. તો આના માટે જવાબદાર કોણ છે ? જે બાબતોને ધ્યાનમાં રાખીને વહેલી તકે શહેરની તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ છે. અને મોરબીના કલેકટર, મોરબીના ધારાસભ્યને રજુઆત કરવામાં આવી છે…