મોરબીના મયુર બ્રિજ પર મોરબીવાસીઓ ફરવા જતા હોય છે. ત્યારે અહીં બેસવા માટે બાકડા મુકવામાં આવ્યા છે. પરંતુ આ બાકડાની સંખ્યા ઓછી હોવાથી લોકો બેસી શકતા નથી. ત્યારે બાકડાની સંખ્યામાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા મહાનગરપાલીકાનાં કમિશ્નર તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને પત્ર લખવામાં આવ્યો છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ તથા ગીરશભાઇ કોટેચા દ્વારા મહાનગરપાલીકાનાં કમિશ્નર તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે, મોરબીમાં હાલ મહાનગરપાલીકા બની પછી ફરવા જેવા સ્થળ હોવા જોઇએ. અને જ્યાં ફરવા લાયક સ્થળ છે ત્યાં બાકડા કચરામાં મુકવામાં આવ્યા છે. ત્યાં લોકો કેવી રીતે બેસી શકે ? તેથી સારી જગ્યાએ બાંકડા મુકવામાં આવે તો તેનો ઉપયોગ થાય જે લોકો મયુર પુલ પર બેસવા આવે છે. તેમને નીચે બેસવુ પડે છે. જેવા કે, પીકનીક સેન્ટર શોભેશ્વર રોડ પર આવેલ છે. વર્ષે જુનુ રાજા રજવાડાનું ફરવા જેવુ સ્થળ જે હાલમાં ખંઢેર હાલતમાં હોવાથી જેમાં આવારા તત્વોએ અડીંગો જમાવી દીધો છે. તો આ પીકનીક સેન્ટર રીનોવેશન માટે મોરબી મહાનગરપાલીકાના કમિશ્નરને નમ્ર વિનંતી કે રીનોવેશન કરાવવાનું ઘ્યાન દોરવા તેમજ મોરબીનું આ પીકનીક સેન્ટર ફરીને ઉભુ થાય માણસો ઉનાળામાં ત્યાં વોટર પાર્ક થઇ શકે ત્યાં અગાઉ પણ વોટર પાર્ક જેવુ જ હતુ. ફરીને આશરે ૫૦ વર્ષથી આ પીકનીક સેન્ટર બંધ કરવામાં આવ્યું છે. તો ફરીને રીનોવેશન થાય એવી પ્રજા જનોની માંગ છે. ત્યાં વૃક્ષો પણ વાવવામાં આવે એવા સામાજીક કાર્યકરોની માંગ છે. આ અરજીને ધ્યાનમાં લઇને તાત્કાલીક ધોરણે શરૂ કરાવા માંગ તથા દરબારગઢ, સરકારી હોસ્પીટલ પાસે, સરદાર વલ્લભભાઈ ના પુતળા પાસે, મયુર પુલ પાસે તથા મોરબીમાં અનેક જગ્યાએ તથા સર્કલ પર ફુવારા ચાલુ કરવા માંગ કરવામાં આવી છે. તેમજ મોરબીની મયુર ચોપાટી પર બાકડામાં વધારો કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. અગાઉ પણ આ બાબતે અરજી કરાઈ છે. પરંતુ હજુ સુધી બાંકડા મુકેલ નથી. જે તે વિભાગને પુછવામાં આવે છે ત્યારે એમ કહે છે શાતી રાખો થઇ જાશે તો આ અરજીને ઘ્યાનમાં લઇ મનપા કમિશ્નર તાત્કાલલીક બાંકડા મુકાવે તથા ફૂવારા ચાલુ કરાવે તેવી માંગ કરાઈ છે. તેમજ મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતીભાઇ અમૃતીયા છેલ્લા ૩૦ વર્ષથી ભાજપની સરકાર છે તથા સતત ચુંટાતા આવે છે. તો મોરબીમાં બાંકડા મુકાવી શકેલ નથી. તો આમાં કયાં વિકાસ દેખાય છે ? તમારી ગ્રાન્ટમાંથી બાંકડા મુકાવી નો શકો તમને ગ્રાન્ટ તો આવતી તો હશે ને તો આ ગ્રાન્ટ જાય છે ક્યાં ? કે ઉમા ટાઉન શીપમાં જ નાખી શું ઉમા ટાઉન શીપમાં જ વાપરવાની છે. કાનાભાઈ ૩૦ વર્ષ માં એક બાંકડો તો મુકાવે તો પ્રજાને એમ વિશ્વાસ આવે કે કામ કર્યું. તેમ સામાજિક કાર્યકરો દ્વારા સરકાર પર પ્રહારો પણ કરવામાં આવ્યા હતા