Thursday, July 3, 2025
HomeGujaratમોરબી મયુરનગરીને ખાડા નગરીમાંથી ઉગારવા સામાજિક કાર્યકરોએ રજૂઆત કરી

મોરબી મયુરનગરીને ખાડા નગરીમાંથી ઉગારવા સામાજિક કાર્યકરોએ રજૂઆત કરી

મોરબીના સામાજિક કાર્યકરોએ મોરબી મહાનગર પાલિકાના કમીશ્નરને પત્ર લખી મોરબી મયુર નગરીને ખાડા નગરીમાંથી મુક્તિ અપાવવા રજૂઆત કરાઈ છે. મોરબીમાં મસમોટા ખાડાઓને કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાંથી ટેકસ ભરતી પ્રજાને મુક્તિ અપાવવા રજૂઆત કરાઈ છે. આગામી સમયમાં ધાર્મિક તહેવારો જેમ કે મહોરમ, શ્રાવણ મહિનો સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો આવતા હોવાથી ૪૮ કલાકમાં ખાડાઓમાં કપચી કે મોરમ નાખી ખાડા બુરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગર પાલિકાના કમિશ્નર, મોરબી જિલ્લા કલેકટર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સામાજિક કાર્યકર્તા રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગિરીશ કોટેચા, રાણેવડિયા દેવેશ મેરુભાઈ વગેરે દ્વારા શહેરના રોડ રસ્તા માં ખાડાઓ બુરવા રજૂઆત કરાઈ છે. શહેરના ગ્રીન ચોકથી નહેરુ ગેઇટ સહિતના મસ મોટા ખાડાઓ તમામ જગ્યાએ ખાડાઓ બૂરવા રજૂઆત કરાઈ છે. તેમજ આગામી સમયમાં મહોરમ અને શ્રાવણ મહિના સહિતના અનેક ધાર્મિક તહેવારો આવતા હોવાથી રોડ રસ્તામાં કપચી કે મોરમ નાખી ખાડાઓ બુરવા રજૂઆત કરાઈ છે. તેમજ ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા શું કમિશનરને રજૂઆત કરવા જતાં બીક લાગે છે તેવા સવાલ સાથે વહેલી તકે રોડ રસ્તા બુરવા રજુઆત કરાઇ છે. તેમજ મોરબીવાસીઓ ટેકસ ભરવામાં પણ પ્રથમ નંબરે છે. જ્યારે સુવિધાના નામે મીંડું છે તેમજ રોડ રસ્તામાં ખાડાઓને કારણે પાણી ભરાય જાય છે. અને ટ્રાફિક જામ થાય છે. જેથી વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વહેલી તકે રજૂઆતને ધ્યાનમાં લઈને રોડ રસ્તાના ખાડા બુરી દેવા રજૂઆત કરાઈ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!