મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરને પત્ર લખી મોરબીની પોસ્ટ ઓફીસની સામે આવેલ ગાંધીબાગમાં ટુ વ્હીલરો/અનેક મોટર સાયકલોની ચોરીમાં બનાવી બન્યા છે. તેથી ગાંધીજીનું સ્ટેચ્યુ પાસે તેમજ જયાં અંધકાર છવાયેલ છે ત્યાં કાયમી ધોરણે લાઇટો તેમજ સી.સી.ટી.વી. કેમેરા મુકાવવા માંગ કરાઇ છે. તેમજ આજુબાજુની દુકાનો વાળા અને બહારગામથી આવતા લોકો ખુલ્લામાં પેસાબ કરી ગંદકી ફેલાવે છે અને કચરાના ઢગલા પણ બગીચામાં કરવામાં આવે છે. તેથી તાત્કાલીક અસરથી પગલા લેવામાં આવે તેવી સામાજીક કાર્યકરોએ માંગ કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરુભાઈ, ગીરોશભાઈ કોટેચા વગેરેએ મ્યુિસિપાલ કમિશ્નરને પત્ર લખી અંધકારમય જગ્યામાં લાઈટ તેમજ સીસીટીવી નાખવા માંગ કરી છે. મોરબીમાં આવેલ પોસ્ટની સામે ગાંધીબાગમાં વેપારીઓ, પોસ્ટ ઓફીસ અને બેંકે આવનારા લોકો માટે વાહન પાર્કિગની સુવીધા રાખવામાં આવી છે. વેપારીઓ તથા આવેલ લોકોએ પોતાનું વાહન પાર્કીંગમાં લોક મારીને રાખ્યું હોવા છતા લુખાતત્વો લોક તોડીને મોટર સાઇકલોની ઉઠાંતરી કરી જાય છે. તેમજ એસ.બી.આઈ બેંકની સામે આવેલ સુર્યોદય કોમ્પ્લેક્ષમાં દુકાનો ધરાવતા વેપારીઓના અનેક વાહનો ગાંધીબાગ પાકીંગ માંથી ઉપડી ગયા છે. તેમજ બીજા અન્ય લોકો ખરીદી કરવા માટે આવતા હોય તેઓના પણ વાહનો ઉપડી ગયાની ફરિયાદો કરી છે. જેથી ગાંધીબાગમાં સારી મરકયુરી લાઈટ, સી.સી.ટી.વી. કેમેરા અને એક ચોકીદાર પણ મુકવાની અત્યંત જરૂર હોય જેથી શહેર મોરબી મહાનગર પાલીકા તેમજ બીજી અન્ય કોઈ કચેરીના અંડરમાં આવતુ હોય તો તે કચેરી દ્રારા કાર્યવાહી કરવા સામાજિક કાર્યકરોએ માંગ કરી છે.