મોરબીમાં આવેલ ખખડધજ રોડ નવા બનાવી આપવા મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. અને સાથો સાથ મોરબી નગરપાલીકાનાં ચીફ ઓફીસર, મોરબી જિલ્લા કલેકટર અને ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાને પણ રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ રસ્તાઓથી મોરબીના વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. અને હવે તો દુકાનોમાં પણ પાણા ઉડે છે. એવી કપચીઓ નાખી દીધી છે. આની અગાઉ પણ અરજી કરેલ છે. પરંતુ કોઈ નિકાલ હજુ સુધી આવેલ નથી અને માથે તહેવાર આવે છે. તો વેપારીઓની દીવાળી સુધરશે કે આમનમ રહેશે. તે હવે સરકારના હાથમાં છે. આ તમામ રોડ તાત્કાલીક નવા બનાવો એવી વેપારીઓ તથા સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, સેતા ચિરાગ મનોજભાઈ, રાણેવાડાય, દૈવેશ મેરૂભાઇ, મુશાભાઈ બ્લોચ સહિતનાઓ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત મોરબી નગરપાલીકાનાં ચીફ ઓફીસર, મોરબી જિલ્લા કલેકટર અને ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાને પત્ર લખી રોડ બનાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં આવેલ ખખડ ધજ રોડ જેમાં સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, ચીત્ર કુટ રોડ અને કબ્રસ્તાન વાળો રોડ તેમજ દરબારગઢથી ગ્રીન ચોક અને ગ્રીન ચોકથી નહેરૂ ગેઇટ તથા નહેરૂ ગેઇટથી જુના બીમ સ્ટેન્ડ જુના બસસ્ટેન્ડ થી જડેશ્વર રોડ, સંપુર્ણ નાશ પામેલ હોય તે નવો બનાવી આપવા રજૂઆત કરાઈ છે. તેઓ દ્વારા એવો આક્ષેપ પણ કરાયો છે કે, કાનાભાઈ બહુ મોટી મોટી વાતો કરે છે કે ચોમાસુ વિદાય લીધે આ તમામ રોડ તાત્કાલીક નવા બનાવી આપશું પરંતુ હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. આ રોડ અનેક જગ્યાએ સંપુર્ણ નાશ પામેલ છે. તો તે તાત્કાલીક ધોરણે નવા બનાવો કેમકે હવે પછી -હિન્દુ ધર્મના પવિત્ર આસો માસ આવી રહ્યો છે તો આમા નવરાત્રી, દિવાળી જેવા તહેવારો આવતા હોય અને આ રોડ ઉપરથી અનેક માનવ મહેરામણ પસાર થતા હોય જેથી પડી જવાથી મૃત્યુ થવાનો પણ સંભવ બને જેથી વહેલી તકે આ અરજીને ઘ્યાને લઈને નવો રોડ બનાવી આપવા માંગ કરાઈ છે.
સામાજિક કાર્યકરો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી માળિયા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છેલ્લા વિધાનસભાની ચુંટણી વખતે જાહેર સભામાં બોલેલ કે તમારા બધા કામો થઇ જશે હવે કાનાભાઇ ફરીથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા બાદ ચાર્જ સંભાળ્યા પછી આજે સારો એવો સમય વીતી ગયો અને હવે ટર્મ પણ પુરી થવાની તૈયારીઓ છે, તો પણ કાનાભાઇએ આપેલ વચન પુરા કરી શકેલ નથી. તેથી આમ જનતામાં રોષની લાગણી ફેલાયેલી છે. અને પ્રજાને હવે એવું લાગે છે કે, કાનાભાઈને મોરબીમાં રસ લાગતો નથી. મોરબી મહાનગરપાલીકા ટુંક સમયમાં જ બની રહી છે. ત્યારે ફરીથી પાછા વચન આપશો કે કામ થઈ જશે ? આ અરજીને ધ્યાને લઈને કાનાભાઈ ધારાસભ્ય તાત્કાલીક રસ ધરાવી પ્રજાના અધુરા કામ પુર્ણ કરે એવી પ્રજાજનોની માંગણી છે. તો આ અંગે કલેકટર, ચીફ ઓફીસર વિગેરેને અનેક વખત અરજીઓ કરેલ છે. તેમ છતાં પણ આજદિન સુધી રોડ રસ્તાના કામો અધુરા જ છે. પુરા કરવામાં આવેલ નથી અને આ બાબતમાં જણાવેલ તમામ રોડ-રસ્તા તાતકાલીક ધોરણે સારી કક્ષાના નવા બનાવી આપવા માંગ કરાઈ છે. આ બાબતમાં જણાવેલ રોડ રસ્તા ઉપર મસ મોટા ખાડાઓ પડી ગયેલ હોય જયાંથી ઘણાબધા વાહનોની અવર જવર થતી હોય વાહન ખાડામાં જવાથી પડવાથી માણસને ગંભીર ઇજાઓ થાય છે. અને કયારેક દુર્ઘટના થવાનો પણ ભય છે. જેથી તાત્કાલીક ધોરણે આ રોડ-રસ્તાઓ ફરીથી સારી કક્ષાના બનાવવા માંગ કરાઈ છે.