Thursday, January 23, 2025
HomeGujaratશ્રેષ્ઠ નોડલ અધિકારી તરીકે સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળિયાને સન્માનીત કરાયા

શ્રેષ્ઠ નોડલ અધિકારી તરીકે સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળિયાને સન્માનીત કરાયા

ભારત ચૂંટણી પંચ – નવી દિલ્હી અને મુખ્ય નિર્વાચન અધિકારી – ગાંધીનગર દ્વારા “Making Elections Inclusive Accessible and Participative” (ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ) ના થીમ પર તારીખ ૨૫ મી જાન્યુઆરી–૨૦૨૨ના બારમાં “રાષ્ટ્રીય મતદાતા દિવસ” (National Voter’s Day)ની ઉજવણી મોરબી ખાતે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જે.બી.પટેલ દ્વારા શ્રેષ્ઠ ERO તરીકે ૬૬-ટંકારાના ERO એમ.એ.ઝાલા, શ્રેષ્ઠ AERO ડી.જે.જાડેજા અને શ્રેષ્ઠ નોડલ અધિકારી –PWD અનિલાબેન પીપળિયાને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા. શ્રેષ્ઠ મતદાર સાક્ષરતા ક્લબ, શ્રેષ્ઠ ચુનાવ પાઠશાળા, શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર, શ્રેષ્ઠ નાયબ મામલતદાર મતદારયાદી તરીકે ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારના એ.એમ.પાવરાના નામોની ઘોષણા કરી આ તમામના સન્માન પત્રો સંબંધિત EROને મોકલી આપવામાં આવ્યા હતા. મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિસ્તારના તમામ ERO/AERO, NCC, મહિલા સામાન્ય સોસાયટી, સખી મંડળી, કેમ્પસ એમ્બેસેડર, મતદાર સાક્ષરતા ક્લબ અને ચુનાવ પાઠશાળાના સભ્યો તેમજ મતદારયાદી સંલગ્ન સુપરવાઇઝરો અને બુથ લેવલ ઓફિસરો ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જે.બી.પટેલએ આ પ્રસંગે તમામ લોકોને મતદાન પ્રક્રિયા અંગે જાગૃત થાય તેમજ મતદારયાદીમાં પોતાનું નામ દાખલ થાય તેમજ જાણકાર લોકો પોતાના પરિચિત વ્યક્તિઓને પણ મતદારયાદીમાં પોતાનું નામ દાખલ થાય તે માટે પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડ અને ૬૭-વાંકાનેર ના ERO એ.એચ.શિરેસીયા એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ટંકારાના ERO એમ.એ.ઝાલા એ કાર્યક્રમમાં સહભાગી તમામ લોકોને શપથ લેવડાવેલ હતા. આ કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મામલતદાર–ચૂંટણી એચ.ડી.પરસાણિયા, નાયબ મામલતદાર જી.વી.મનસુરી, પાર્થ દેત્રોજા (સિસ્ટમ સુપરવાઇઝર) અને ચૂંટણી શાખાની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!