સોશિયલ મીડિયા પર ગ્રેડ પે સહિતની મંગણીઓને પગલે રાજ્યભરના પોલીસ કર્મીઓ આંદોલન ચલાવી રહ્યા છે જે દિવસેને દિવસે વેગવંતુ બનતું જાય છે.ત્યારે આ આંદોલનને લઈને ગુજરાત પોલીસ પરીવારના સમર્થનમા સામાજિક કાર્યકરો, ખેડૂત સંગઠનો, નિવૃત કર્મચારીઓ સહિતના આવ્યા છે.તેઓએ ખુલ્લો ટેકો આપી આજે ગુજરાત કિશાન સંગઠન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરાઈ છે.
રજુઆતમાં જણાવ્યું કે ગુજરાત પોલીસ તરીકે ફરજ બજાવતા મોટા ભાગના જવાનો ખેડૂત,મજુર અને પસુપાલાકોના દીકરા દીકરોઓ છે. પોલીસ જવાનો રાજ્યની શાંતિ સલામતી અને જનતાના રક્ષણ કાજે ૩૬૫ દિવસ સતત પોતાના જીવના જોખમે પરિવારની ચિંતા કર્યા વગર ખડે પગે રહે છે. તેમ છતાં આ જવાનોને યોગ્ય પગાર અને ગ્રેડ પે ના મળતા હોવાંથી તેઓને અન્યાય થઈ રહ્યો છે.
પોલીસ જવાનોના ગ્રેડ-પે માં માંગણી મુજબનો યોગ્ય વધારો કરવામાં આવે, ચોવીસ કલાકનો બદલે ફરજ પરના કલાકો ફિક્સ કરવામાં આવે વધુમા પોલીસ જવાનો પણ પોતાના પરિવાર સાથે રહી શકે તે માટે તેમને પુરતી રજાઓ આપવામાં આવે અને જવાનોના બદલીના વિવિધ પ્રશ્નો નું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે. તેમ અંતમાં ગોગરા લક્ષ્મણ ભાઈ આહિર ગુજરાત કિસાન સંગઠન, જીલરીયા રમેશભાઈ સામાજિક કાર્યકર,જીલરીયા દિનેશભાઈ નિવૃત ફોજી,ગોગરા પ્રકાશ ભાઈ નિવૃત ફોજી,જયેશભાઈ ડાંગર સામાજિક કાર્યકર,સોઢીયા વિપુલભાઈ સામાજિક કાર્યકર સહિતનાઓએ પોલીસ કર્મીઓ સાથે ખુલો ટેકો નોંધાવ્યો છે.