મોરબી મહાનગર પાલિકાના નેહરૂ ગેઇટ પાસે સાફ થઇ કરાવવામાં આવે છે. પરંતુ લેડીઝ શૌચાલયમાં દારૂની કોથળીઓ પડેલી હોય છે અને મોટર પણ ચોરાઇ ગઈ છે અને શૌચાલયની હાલત ખંઢેર જેવી થઈ છે. તેથી મોરબીના કમીશ્નર મહિલાની વેદના સાંભળી શૌચાલયની સાફ સફાઈ કરાવે તેવી માંગ મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, ગીરીશ કોટેચા, રાણેવાડીયા દેવેશભાઈએ મ્યુનિસપિલ કમિશનરને અરજ કરતા જણાવ્યું છે કે મોરબીના નહેરુ ગેઇટના ચોકની આગળ જી.ઈ.બી.ની ઓફિસ પાસે મહિલા શૌચાલયની વર્ષ -૨૦૧૭ થી માંગણી હતી. ત્યારે મહિલા શૌચાલય બનતા તે દિવસથી સફાઇ કરવામાં આવી નથી. ત્યારે હવે મોરબી મહાનગરપાલીકામાં કમીશ્નરની નિમણંક થતા પરિપુર્ણ થશે કે પછી આશ્વાસન જ મળશે ? તેવા સવાલ સાથે મહિલાની વેદના સાંભળી શૌચાલયની સફાઈ કરાવવામાં આવે તેવી માંગ કરાઇ છે. કારણ કે આજુ બાજુના ગામડાઓ તથા અન્ય વિસ્તાર માંથી ખરીદી કરવા આવતી બહેનોને શૌચાલય જવા માટે ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. તેટલા વિસ્તારમાં મહિલા શૌચાલય ન હોવાથી શરમ જનક સ્થિતિ ઉદભવી રહી છે તેમજ મહિલાઓને આજુ બાજુના ખુલ્લામાં કે જેન્ટશ શૌચાલય માં જવુ પડે છે જેથી યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે શૌચાલયની સાફ સફાઈ કરાવવામાં આવે તેવી મહિલાઓ વતી સામાજિક કાર્યકરોએ દ્વારા માંગ કરવામાં આવી છે.