મોસ્બી સિવીલ હોસ્પિટલમાં આર.ટી.પી.સી. તથા સફાઈ કામદાર તથા જી.આર.ડી. ના કર્મચારીના છેલ્લા ઘણા મહિનાઓથી પગાર ન થતા મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા મોરબી જીલ્લા કલેક્ટર, મીરબી સીવીલ હોસ્પીટલ સુપ્રિટેન્ડટ, ધારાસભ્ય તથા મોરબી સી.ડી.એચ.ઓ.ને પત્ર લખી કર્મચારીઓના પગાર વહેલી તકે કરાવી આપવા માંગ કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ બાંભણીયા, ગૌતમ જે. મકવાણા, અશોકભાઇ ખરચરીયા, મુસાભાઇ બ્લોચ દ્વારા મોરબી જીલ્લા કલેક્ટર, મીરબી સીવીલ હોસ્પીટલ સુપ્રિટેન્ડટ, ધારાસભ્ય તથા મોરબી સી.ડી.એચ.ઓ.ને પત્ર લખી જણાવવામાં આવ્યું હતું કે, મોસ્બી સિવીલ હોસ્પિટલમાં આર.ટી.પી.સી., સફાઈ કામદાર, જી.આર.ડી.ના કર્મચારી વિગેરે રિપોર્ટ કરનાર નોકરીયાતના પગારો થયેલ નથી. પાંચ મહીનાથી પગારો થયા નથી આ બાબતમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને વાત કરેલ હતી. પરંતુ હજી સુધી કર્મચારીઓના પગારો થયા નથી. આવી મોંઘવારીમાં ભાડાના મકાનમાં રહેતા હોય માંડ માંડ ગુજરાન ચલાવતા હોય સરકારી કર્મચારીના પહેલી તારીખે પગાર થઇ જાય છે. તો રોજમદારના પગાર ટાઇમસર થઇ જવા જોઇએ. એવો દાખલો સીવીલ હોસ્પિટલમાં સફાઇ કામદારોના ત્રણ-ત્રણ મહીનાથી પગારો થયેલ નથી. અમારી પાસે રીક્ષા ભાડાના રૂપીયા નથી હોતા તેથી તેમજ છોકરાઓની ભણવાની ફિ ના પૈસા હોતા નથી જે અમારે બીજા પાસેથી લેવા પડે છે. આ બાબતમાં સુપ્રિટેન્ડટને વાત કરેલ હતી અને એમ કહ્યું હજી વાર લાગશે તો આવી મોંઘવારીમાં અમારે ગુજરાન કેવી રીતે ચલાવવું અમારે છોકરાની ફી ભરવી અને લાઇટ બીલ ભરવા અને ઘરનો કરણીયાણુ માલ સામાન લેવો તો અમે કેવી રીતે બે છેડા ભેગા કરવા આ બાબતમા તાત્કાલીક પગાર કરવા વિનંતી. આ બાબતે મોરબીના સરકારી હોસ્પીટીલના સુપ્રિટેન્ડન્ટને રજુઆત કરવામાં આવશે. તો આ અરજીને ધ્યાનમા લઇ ને મોરબી માળીયાના ધારાસભ્યને આ અરજી કલેકટરને રજુઆત કરવામાં તો કલેકટર તાત્કાલીક હુકમ કરી કર્મચારીઓ/ અધિકારીઓના ગરીબ માણસોના પગાર તાત્કાલીક થાય અને ઘરનું ગુજરાન ચાલે એવી સામાજીક કાર્યકરો દ્વારા અરજ કરવામાં આવી છે.