Tuesday, October 1, 2024
HomeGujaratમોરબીના છલકાતી ભૂગર્ભ ગટરનો પ્રશ્ન તાત્કાલિક દૂર કરવા સામાજિક કાર્યકરોની ચીફ ઓફિસરને...

મોરબીના છલકાતી ભૂગર્ભ ગટરનો પ્રશ્ન તાત્કાલિક દૂર કરવા સામાજિક કાર્યકરોની ચીફ ઓફિસરને રજૂઆત

મોરબીમાં સામાજિક કાર્યકરો દ્વારા મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર, કલેકટર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને પત્ર લખી મોરબીનો ભયંકર ગટરનો પ્રશ્ન હલ કરવા રજૂઆત કરવામાં આવી છે. જેમાં સામાજિક કાર્યકરોએ માંગ કરી છે કે ધાર્મિક તહેવાર આવતા હોવાથી નવરાત્રી, દીવાળી તેમજ આપુષ હોસ્પીટલ જુના બસસ્ટેન્ડ સામેનો ખાંચો ઉભે ઉભો અનેક હોસ્પીટલો ત્યાં આવેલી છે જ્યાં ભુર્ગભ છલકાય રહી છે. જેથી રોગ-ચાળો ફાટી નીકળવાની સંભાવના તાત્કાલીક ભુર્ગભ સાફ કરાવવા તેમજ આડેઘડ બાંધકામ ઓટા કરીને ભુર્ગભ બુરી દેવામાં આવી છે જેથી ટ્રાફીકની સમસ્યા સર્જાય છે અને ૧૦૮ પણ જઇ શકતી નથી તેથી દબાણો દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેકવાળીયા દેવેશ મેરૂભાઈ, મુશાભાઇ બ્લોચ વગેરે દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે કે
મોરબીમાં ચારે કોર ભુર્ગભ છલકાય રહી છે. લાતી પ્લોટ દ્રારા અનેકવાર રજુઆત કરવા છતા કોઈજાતનો નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમજ આયુષ હોસ્પીટલ, રવાપર રોડ ઉપર હમણાં જ રોડ બનાવામાં આવ્યો છતાં ભુર્ગભ છલકાય રહી છે. ત્યાં ભુર્ગભનો નીકાલ થતો નથી. તેમજ આડેધડ કોમ્પ્લેક્ષનું બાંધકામ કરવામાં આવ્યું છે તેથી કોઈ જાતનો પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી તો આ પાણી રોડ ઉપર છલકાય છે. વેપારીઓને ધંધો કરવામાં તકલીફ પડી રહી છે. વીજય ટોકીઝ રોડ ચકા જામ થઈ ગયો છે. ભુર્ગભથી શેરીઓ ગલીઓમાં પણ ભુર્ગભ છલકાય રહ્યું છે. તથા શાકમાર્કીટની પાછળ શાકલેવા પણ જઈ શકતા નથી જ્યાં ખુબ જ દુર્ગંધ આવે છે. જડેશ્વર રોડથી સુપર ટોકીઝ રોડ પર ભુર્ગભ છલકાય છે જ્યારે વેપારીઓ અને સ્થાનિક લોકો મોટો ટેકસ ભરે છે. પબ્લીક પણ ભુર્ગભની સગવડ કરોડોના ખર્ચે ભુર્ગભ નાખવામાં આવી હોવા છતાં, કોઈ જાતની સુવીધા મળતી નથી. ત્યારે ટૂંક સમયમાં ધાર્મિક તહેવારો આવતા હોય, શેરીએ ગલીએ નવરાત્રિ થતી હોય છે તો નાની બાળાઓ કેવી રીતે રમી શકે ? અવાર નવાર રજુઆત કરતા હોય ત્યારે મોરબીના ચીફ ઓફીસર અને કલેકટર પર પ્રજાને વિશ્વાસ છે કે મોરબીનો ભયંકરમાં ભયંકર ભુર્ગભનો પ્રશ્ન હલ કરશો તેવી પબ્લીકને વિશ્વાસ છે તો વહેલી તકે પ્રશ્ન હલ કરવા પ્રજાજનોની તથા સામાજીક કાર્યકરો દ્વારા માંગણી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!