મોરબીના મકરાણીવાસમાં અગાઉ થયેલ મારામારીનો ખાર રાખી બે મુસ્લિમ જૂથ વચ્ચે સોડા બોટલ અને પથ્થરના ઘા થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના મકરાણીવાસમા આવેલ બ્રાહ્મણની ભોજના શાળા પાછળ રહેતા રણમલ ઉર્ફે રહેમાન હાજીભાઇ મુસાણી (ઉ.વ.૪૦)એ જાવેદ યારમોહમદ બ્લોચ, તોફિક ઉર્ફે દેવો રફિકભાઇ બ્લોચ, નદિમ ઉર્ફે ઢાડીયો ડાડાભાઇ બ્લોચ, ઇસ્માઇલ હુશેનભાઇ બ્લોચ, તોફિક રફિકભાઇ બ્લોચ, અનવર મુસાભાઇ કુરેશી (રહે, બધા મોરબી, મકરાણીવાસ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે તેઓ અને જાવેદ યારમોહમદ બ્લોચના ભાઇઓ વચ્ચે અગાઉ મારમારી થયેલ તેનુ મનદુખ ચાલતુ હોય જેનો ખાર રાખી આ તમામ આરોપીઓએ વારા ફરતી પોતાના ઘરથી આગળ શેરીમાં આવી સોડા બોટલો તથા પથ્થરના છુટા ઘા કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સમાપક્ષે જાવેદભાઇ યારમોહમદભાઇ બ્લોચ (ઉ.વ.૪૨ રહે,મકરાણીવાસ બ્રાહ્મણની ભોજના શાળા પાછળ) એ રણમલ ઉર્ફે રેહમાન હાજીભાઇ મુસાણી, સહેજાદ રેહમાન મુસાણી, હુસેન અલારખાભાઇ શેખ, મોસીન કાસમભાઇ અજમેરી, સિકંદર નુરમોહમદભાઇ મુસાણી, નિઝામ નુરમોહમદભાઇ જેડાએ પોતાના ઘર નજીક સોડા બોટલોના છુટા ઘા કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની આપ્યાની ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે કાયદેસરની તપાસનો ધમધમાટ આદર્યો છે.