વાંકાનેર તાલુકાના વઘાસીયા ટોલનાકા નજીક આવેલ હોટલ પાસેથી મોરબી એસ.ઓ.જી. ટીમે રેઇડ કરી ૪ કિલો ૮૨૯ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો છે. આરોપી પાસેથી ગાંજો, મોબાઇલ સહિત રૂ.૨,૪૬,૪૫૦નો મુદ્દામાલ કબ્જે કરી, આરોપી વિરુદ્ધ વકાબેર સીટી પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસ અધીક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી. દ્વારા નાર્કોટીક્સ માદક પદાર્થના વેંચાણ સામે સતત કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. તે દરમ્યાન એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે ઝારખંડનો રહેવાસી રમન રાજેશ સાહ વઘાસીયા ટોલનાકા નજીક ફર્સ્ટ લાઇક હોટલ સામે ગાંજાનો જથ્થો રાખી વેંચાણની પેરવીમાં ઉભો છે. બાતમી આધારે એસ.ઓ.જી. ટીમે સ્થળ પર રેઇડ કરી આરોપી રમન રાજેશ સાહ ઉવ.૨૬ રહે.હાલ રાતાવીરડા તા.વાંકાનેર મૂળ ઝારખંડ વાળાને ૪ કિલો ૮૨૯ ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો કિંમત રૂ.૨,૪૧,૪૫૦/- સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી પાસેથી એક મોબાઇલ સહિત કુલ રૂ.૨,૪૬,૪૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.









