મળતી માહિતી અનુસાર મોરબી એસઓજી પોલીસ ટીમે વાંકાનેરના મચ્છુ નદીના પુલ નીચે જાહેર જગ્યાએથી પૂર્વ બાતમીને આધારે આરોપી હાજીભાઇ ઇબ્રાહિમભાઇ મોવર ઉવ.૩૫ રહે. નવાપરા સંધી સોસાયટી, વાંકાનેરને કોઈ પણ પાસ કે પરવાના વગર દેશી બનાવટની જામગરી (હથિયાર) નંગ-૧ કિં.રૂ.૨૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી લઇ હસ્તગત કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં પકડાયેલ આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.