વર્ષ ૨૦૧૯માં મોરબીના સિરામિક વેપારી સાથે ૧૩.૬૦ કરોડની છેતરપિંડી આચરવાના ગુનામાં મોરબી સબજેલમાંથી પેરોલ મેળવી ફરી હાજર થવાના બદલે ફરાર થયેલ આરોપીને મોરબી SOG ટીમ દ્વારા કચ્છ થી દબોચી લેવાયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં દાંતના ડોક્ટર તરીકે ક્લિનિક ધરાવતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ડૉ .વસંત કેશવજી ભોજાવિયા એ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને પોતે કલેકટર બની ગયો છે અને ૮૦૦ થી ૧૦૦૦ કરોડના કોન્ટ્રાક્ટ અપાવી દેવાની લાલચ અને મોરબીના વેપારીને વિશ્વાસમાં લેવા માટે અશોક સ્તંભ વાળા નકલી પેપર બનાવી તેમજ ૩૮૦ કરોડનો નકલી ડિમાન્ડ ડ્રાફ્ટ બતાવી મોરબીના સિરામિક વેપારી સાથે રૂપિયા ૧૩.૬૦ કરોડ ની છેતરપિંડી આચરી હતી જે ગુનામાં પોલીસે જે તે સમયે ડૉ.વસંત ભોજવિયા અને તેના સાગરીતોની ધરપકડ કરી હતી ને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.જે દરમિયાન ડો.વસંત ભોજવિયા એ કોર્ટ માંથી વચગાળાના જામીન મેળવ્યા હતા અને તેને પરત તા.૨૩/૦૩/૨૦૨૨ ના રોજ મોરબી સબજેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ આરોપી ડૉ.વસંત ભોજવિયા એ હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો અને જે ફરાર આરોપી હાલ કચ્છમાં હોવાની મોરબી SOG ટીમને બાતમી મળતા SOG ટીમે વોચ ગોઠવી આરોપી વસંત ભોજવિયા ને ઝડપી પાડ્યો હતો તેમજ આરોપીને મોરબી સબજેલ હવાલે કરવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં મોરબી SOG પીઆઈ એમ.પી.પંડ્યા,પીએસઆઈ કે.આર કેસરિયા, એએસઆઇ ફારૂકભાઈ પટેલ,રસિકભાઈ કડીવાર,કિશોર દાન ગઢવી,મદારસિંહ મોરી,મુકેશભાઈ જોગરાજિયા,જુવાનસિંહ રાણા,શેખાભાઈ મોરી, મનસુખભાઈ દેગામડીયા,માણસુરભાઈ ડાંગર,આશિફભાઈ રાઉમાં,કમલેશ ખાંભલિયા,સમંતભાઈ છુછીયા અને અશ્વિનભાઈ સહિતના જોડાયા હતા.