મોરબી જીલ્લા પોલીસની વિભાગીય વિશેષ એસઓજી ટીમે પૂર્વ બાતમીને આધારે તાલુકાના ભડીયાદ ગામ તરફ જતા કાચા રસ્તા ઉપરથી એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી લઈ તેની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી, ત્યારે પકડાયેલ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસઓજી પીઆઇ એન.આર.મકવાણાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ ચાર્ટર મુજબની કામગીરી કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એ.એસ.આઇ મુકેશભાઇ જોગરાજીયા, હેડ.કોન્સ. જુવાનસિંહ રાણા તથા પોલીસ કોન્સ. આશીફભાઇ રાઉમાને સંયુક્ત રીતે ખાનગી બાતમી હકિકત મળેલ કે, મચ્છુ-૨ ડેમની નજીક પુલથી ભડીયાદ તરફ જતા કાચા રસ્તા ઉપર જાહેરમાં એક વ્યક્તિ દેશી જામગરી બંદુક સાથે હોવાની હકીકત આધારે એસ.ઓ.જી. ટીમ ઉપરોક્ત સ્થળે તપાસ કરતા આરોપી પ્રકાશભાઇ રામજીભાઇ વાનેસીયા ઉવ.૩૫ રહે.ભડીયાદ કાંટા પાસે મોરબી વાળાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક નંગ-૧ કિં.રૂ.૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે દબોચી લેવાયો હતો, આ સાથે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.