ભોજન બનાવનાર વ્યક્તિ સાથે તકલીફ છે તેના સમાજ સાથે કોઈ તકલીફ ન હોવાનો ગ્રામજનોનું નિવેદન
ગઈકાલે મોરબીના સોખડા ગામે અનુસૂચિત જાતીના મહિલા દ્વારા બનાવેલ ભોજન બાળકો ન જમતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેમાં મોરબી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આજે સવારે એ જ મહિલા દ્વારા બનાવેલ ભોજન બનાવીને ગામના બધા સમાજના આગેવાનો અને બાળકો સાથે ભોજન લઈને આ વિવાદનો સુખદ ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો .પરન્તુ આ બાબતે મામલો વધુ બીચકયો હતો અને ગ્રામજનો પોતાના બાળકોના એડમીશન સ્કૂલમાંથી કઢાવવા પહોંચ્યા હતા.
અનુસૂચિત જાતિના મહિલા દ્વારા બનાવેલ ભોજન જમીને સુખદ અંત લાવવાનો પ્રયત્ન કર્યા બાદ તમામ બાળકો પોતપોતાના ઘરે જતા રહ્યા હતા અને થોડો સમય બાદ બાળકોના વાલીઓ સ્કૂલે દોડી આવ્યા હતા અને બાળકોને ઉલટી થતી હોવાનું જણાવ્યું હતું જે બાદમાં આખા ગામના લોકો ભેગા થઈ ગયા હતા અને બધા લોકોએ પોતાના બાળકોને પરાણે ભોજન ખવડાવ્યા નો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેમાં સ્કૂલના આચાર્ય દ્વારા કોઈ પણ બાળકને પરાણે ભોજન ન આપ્યો હોવાનો અને પોતે પણ તે જ ભોજન જમ્યા હોવાનો ખુલાસો આપ્યો હતો તેમજ ગ્રામજનો દ્વારા આખા ગામના બાળકોના દાખલા સ્ફુલ માંથી કાઢી લેવા માટે માંગણી કરવામાં આવી હતી અને એક બાળકીને ઉલટી થતા ૧૦૮ મારફતે જેતપર આરોગ્ય કેન્દ્ર માં ખસેડવામાં આવી હતી.
જે બાદમાં મધ્યહન ભોજન બનાવનાર અનુસૂચિત જાતિના મહિલા ના પતિ દ્વારા ગ્રામજનોના આક્રોશને જોઈને પોલીસને જાણ કરી હતી જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ અનુસૂચિત જાતિના મહિલા અને તેમના પતિ દ્વારા ગ્રામજનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.
સમગ્ર મામલે ગ્રામજનોના કહેવા મુજબ આ મહિલા અને તેના કુટુંબ દ્વારા ખોટી વાતો રજૂ કરીને ગામને બદનામ કરવામાં આવી રહ્યું છે અને ખરેખર આખા ગામને ચોક્કસ વ્યક્તિ થી વાંધો છે કોઈ સમાજ થી કોઈને કાઈ તકલીફ નથી અને આ મહિલા સિવાય અન્ય કોઈ પણ અહીં આવશે તો ચાલશે પરન્તુ આ મહિલા મધ્યાહન ભોજન માં રહેશે તમામ ગ્રામજનો પોતાના બાળકોના એડમીશન આ સ્કૂલ માંથી કઢાવી નાંખસે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.