વૈજનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોથી પરંપરાગત યોજાતો અમાવસ્ય લોકમેળો આ વર્ષે કોરોના મહામારી ના કારણે બંધ રહ્યો.
હળવદ શહેરમાં શિવાલયો ૐ નમઃશિવાયના નાદ સાથે ગુંજી ઉઠ્યા આજે આસ્થાભેર સાથે શ્રાવણ મહિનાની પુર્ણાહુતી
શિવાલયોમાં ભક્તોની ભીડ જામી
તાલુકાના શિવાલયોમાં સોમવતી અમાસની ઉજવણી કરાઈ. સાથે સાથે શિવાલયોમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
હળવદ તાલુકામાં શ્રાવણ મહિના ઉપવાસ અને ભક્તિભાવ વચ્ચે આજે શ્રાવણ મહિનાની સોમવતી અમાસના દિવસની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી સોમવતી અમાસના દિવસે વહેલી સવારથી શહેરમાં આવેલ શરણેશ્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ, જાડેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ભવાની ભૂતેશ્વર મહાદેવ, કાશીવિશ્વનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, ગૌલોકેશ્વર મહાદેવ, સહિતના શિવાલયોમાં ભક્તિપૂર્વક શ્રાવણ મહિનાની પુર્ણાહુતી થતાં ધાર્મિક કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ હોય શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી સોમવતી અમાસ હોવાથી શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા અને પરંપરાગત યથાશક્તિ પૂજા-અર્ચન દાન નો પ્રવાહ શ્રદ્ધાળુએ વહાવ્યો હતો. સાથે સાથે અમાસ હોવાથી પિતૃને પીપળે પાણી રેડીયુ હતું. સોમવતી અમાસની હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ભક્તિ પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.