Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી પોલીસ બેડાના 18 કર્મચારીઓની બદલીનો ગંજીફો ચીપતા એસપી: હળવદ પોલીસમાં પાંચ...

મોરબી પોલીસ બેડાના 18 કર્મચારીઓની બદલીનો ગંજીફો ચીપતા એસપી: હળવદ પોલીસમાં પાંચ કર્મીઓ સસ્પેન્ડ:ભારે ચર્ચા

રાજકોટ રેંન્જ આઈજી સંદિપ સિંધ ની મુલાકાત બાદ હળવદ પોલીસ સ્ટેશનમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં પાંચ પોલીસ કર્મચારીઓને એક ઝાટકે સસ્પેન્ડ કરી દેવતા પોલીસ બેડામાં ચર્ચા જાગી છે. આ ઉપરાંત મોરબી એસપી દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ કર્મીઓની બદલીનો ગંજીફો ચાંપવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પોલીસ બેડાંમાં ફરજ બજાવતા કર્મચારીઓનો બદલીનો ઘણવો કાઢવનું યથાવત રહ્યું છે ગઈકાલે ત્રણ પીઆઇ અને ત્રણ પીએસઆઈની આંતરિક બદલી બાદ આજે મોરબી એ ડીવીઝન પી.આઈ.,એસઓજી પીઆઇ,હળવદ પીઆઇ, પીએસઆઇ સહિતનાઓની બદલીઓ કરવામાં આવી છે.આ ઉપરાંત એલસીબી ,એ ડીવીઝન, બી ડીવીઝન, મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા અન્ય 10 પોલીસ કર્મીઓની બદલીનો ઘણવો કાઢયો છે.
એટલું જ નહીં હળવદના ડી-સ્ટાફના ચાર પોલીસ જવાન, અન્ય એક સહિત પાંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આઠની બદલીઓ કરી દેવામાં આવતા ચર્ચાએ જોર પકડ્યું છે.

મોરબી એસપી સુબોધ ઓડેદરા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન હેડકોન્સ્ટેબલ સંજયભાઈ બાલાસરા, ભાનુભાઈ બાલાસરા અને સમરથસિંહ ઝાલાને માળીયા મિયાણા બદલી કરાઈ છે વધુમાં ભરતભાઇ હુંબલની વાંકાનેર તાલુકા, મોરબી સીટી બી ડિવિઝનમાં ફરજ બજાવતા રાજેશભાઇ ડાંગર અને પ્રકાશભાઈ ડાંગરની ટંકારા ખાતે બદલી કરાઈ છે તથા ગોરધનભાઈ રાઠોડની વાંકાનેર સીટી અને મોરબી તાલુકામાં ફરજ બજાવતા સંજયભાઈ નકુમની સીટી બી ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે. વધુમા સીટી એ ડિવિઝનનના મહેન્દ્રસિંહ ઝાલાને સીટી બી ડિવિઝનમાં અને પેરોલ ફર્લો સ્કોડ માં ફરજ બજાવતા જયવંતસિંહ ગોહિલ તથા ભરતભાઈ મિયાત્રા ની પોલીસ હેડક્વાટર માં તાત્કાલિક હાજર થવા અને કિશોરભાઈ મિયાત્રાને વાંકાનેર તાલુકામાં હાજર થવા જણાવાયું છે.

હળવદ પોલીસ મથકના પી.આઇ.પી.એ.દેકેવાડિયા અને પી એસ.આઈ.પી.જી.પનારા,અરવિંદભાઈ  ઝાપડીયા,સુરેશકુમાર ટાપરિયા અને કિશોરભાઈ પારધીની મોરબી સીટી એ ડિવિઝન, પોલીસ કોન્સ્ટેબલ યોગેશદાન ટાપરિયાની વાંકાનેર તાલુકા, એલઆર મુમાભાઈ ક્લોતરાની ટંકારા, હેડ કોન્સ્ટેબલ ગિરીશકુમાર ટાપરિયાની વાંકાનેર સીટી,કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ઝાલાને વાંકાનેર તાલુકા, ચંદુલાલ ઇન્દ્રલિયાની ટંકારા બદલી કરાઇ છે.

આ ઉપરાંત યોગેશ દાન ગઢવી, જયપાલસિંહ ઝાલા, વિક્રમભાઈ શિહોરા, હરપાલસિંહ રાઠોડ,વિનેશભાઈ ખરાળીને સસ્પેન્ડ કરાયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!