Monday, November 25, 2024
HomeGujaratટંકારા નજીક પુરમાં ફસાયેલા ૬ લોકોને બચાવનાર પોલીસમેન સહીત ઉમદા કામગીરી કરનાર...

ટંકારા નજીક પુરમાં ફસાયેલા ૬ લોકોને બચાવનાર પોલીસમેન સહીત ઉમદા કામગીરી કરનાર પોલીસ કર્મચારિયોનુ એસપીના હસ્તે બહુમાન કરાયું

મોરબી પોલીસ અધિક્ષક કચેરી ખાતે રાખેલ કોન્ફરન્સમાં પોલીસ જવાનો તથા ફોજદારને તેમની ઉમદા કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રશંસાપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ટંકારાના સખપરમા પુરમાં ફસાયેલા ૬ લોકોને બચાવનાર એ.એસ.આઇ. સહિત તમામ ઉમદા કામગીરી કરનાર ૭ પોલીસ અધિકારી, કર્મચારી તથા ૪ ટી.આર.બી.જવાનોને સન્માનીત કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પોલીસ અધિક્ષક કચેરી મોરબી ખાતે રાખેલ ક્રાઇમ કોન્ફરન્સમાં જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કમૅચારીઓ કરેલ ઉમદા કામગીરી સબબ પોલીસ અધિક્ષક કચેરી મોરબી ખાતે જિલ્લાના સુપરવાઈઝરી અધિકારી તથા વાણા અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવેલ હતી જે ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન જિલ્લાના પોલીસ અધિકારી ,કર્મચારીઓને તેઓએ કરેલ ઉત્કૃષ્ઠ અને સરાહનીય કામગીરી સબબ પોલીસ અધિક્ષકશ મોરબી દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ હતા .

જેમા મોરબી સીટી ‘ બી’ડીવીઝનમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એ.એ.જાડેજા , તથા મોરબી સીટી ‘ બી’ડીવિઝનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ બી.ઝાલા, તથા ભગીરથભાઇ દાદુભાઇએ મોરબીમાં લુટના ગુના ડિટેક્ટ કરી આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં મહત્વની ફરજ અદા કરેલ હોવાથી તેઓને સન્માનીત કરવામાં આવેલ હતા

ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહમદ ઉસ્માન કાદરબક્ષ બ્લોચ એ.એસ.આઇ દ્વારા ટંકારાના સખપર ગામમાં નદીના પટમાં આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે સખપર ગામના રહેવાસી ગોપાલભાઇ પરષોતમભાઇ સોલંકી તેમજ અન્ય પાંચ જેટલા વ્યક્તિઓ ધાર્મિક કાર્ય કરવા આવેલ હતા અને ઉપર વાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પુર આવતા મંદિર ફરતે ચારેબાજુ પાણી ફરી વળતા તમામ વ્યક્તિઓ પાણીમાં ફસાઈ ગયેલ હતા . પાણીમાં ફસાયેલ લોકોને બહાર કાઢવા સતત પ્રયત્નશીલ રહી મોડી રાત્રીના પુરમાં ફસાયેલ ઈસમો સુધી પહોંચી પુરમાં ફસાયેલ તમામ ૬ લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડી તે અંગેની પ્રશંસનીય કામગીરી કરેલ હોય જે બદલ તેઓને સન્માનીત કરવામાં આવેલ હતા.

તેમજ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ફારૂકભાઇ ચાકુબભાઇ પટેલ ટ્રાફિક નિયમન અંગેની કામગીરી સબબ ટંકારા પોલીસ મથકનીબહાર ઉભા હોય ત્યારે ત્યાંથી શંકાસ્પદ રીતે પસાર થતા નંબર પ્લેટ વગરનું પ્લસર મોટર સાયકલ પસાર થતા તે મોટર સાયકલ ચાલક પાસે આર.ટી.ઓને લગતા કાગળો માંગતા તેણે કાગળો નહીં હોવાનું જણાવતા તેની ઊંડી તપાસ કરી ચોરાઉ મોટર સાયકલ કબજે કરી મોટર સાયકલ ચાલકને અટક કરી ચાંદખેડા પોલીસને અમદાવાદ શહેર ખાતેના વણશોધાયેલ ધરફોડ ચોરીમાં ગયેલ મુદામાલ પૈકી મોટર સાચકલ શોધી કાઢવા અંગેની પ્રશંસનીય કામગીરી કરેલ હોય જે બદલ તેઓને સન્માનીત કરવામાં આવેલ હતા.

એસ.સી ,એસ.ટી.સેલ કચેરી મોરબી ખાતે ફરજ બજાવતા યુવરાજસિંહ હકુભા જાડેજાએ બાયો ડીઝલ અંગેની એસ.ઓ.પી. બનાવવા નાયબ પોલીસ અધિક્ષક , એસ.સી. એસ.ટી.સેલનાઓ સાથે મદદમાં રહી સારી કામગીરી કરેલ હોય તેમજ એસ.સી. / એસ.ટી.સેલ ખાતે આવતા ફરિયાદી , સામાજીક આગેવાનો કે અરજદારો સાથે મિલનસાર અને સોહાદપૂર્ણ અભિગમના કારણે પ્રજામાં સારી છાપ ઉપસેલ હોય જે બદલ તેઓને સન્માનીત કરવામાં આવેલ હતા.

સીટી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા નાગદાનભાઇ કિશોરદાન ઇશરાણી , ઉમિયા ચોક સર્કલ ખાતેની ફરજ દરમિયાન વરસાદના કારણે રોડ પર પડેલ ભુવા તથા ખાડાઓમાં કપચી રેતી તથા તાસ જાતેથી ભરી ખાડાઓ બુરી રોડને સમતલ કરી લોકોને પડતી હાલાકી દુર કરી ટ્રાફિક નિયમન અંગેની પ્રશંસનીય કામગીરી કરેલ હોય જે બદલ તેઓને સન્માનીત કરવમાં આવેલ હતા . તેમજ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ચાર ટી.આર.બી. જવાનોને પણ સન્માીત કરવામાં આવેલ હતા .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!