મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચનાથી તૈયાર કરેલ લીસ્ટ માંથી ૨૬૧ જેટલા આરોપીઓને એલસીબી, એસઓજી,મોરબી ડિવિઝન ના પોલીસ સ્ટેશન તેમજ વાંકાનેર ડિવિઝનના પોલીસ સ્ટેશન ખાતે અસામાજીક તત્વોને બોલાવી સમગ્ર અસામાજિક તત્વો પાસેથી વર્તમાન પ્રવૃત્તિ અંગેની માહિતી એકત્રિત કરી કાયદામાં રહેવા કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી.
મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ ગઈકાલે રાત્રે મોરબી જિલ્લાના આવારા ગુંડા તત્વોના લિસ્ટમાંથી ૨૬૧ જેટલા આરોપીઓને એલસીબી, એસઓજી, મોરબી ડિવિઝન તેમજ વાકાનેર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને તેમની પ્રવૃત્તિ અંગેની માહિતી મેળવવામાં આવી હતી. તેમજ ભવિષ્યમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે નહીં સંકળાય તે માટે હિદાયત કરી કડક શબ્દોમાં કાયદાનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી.