મોરબીમાં ગુનાહીત ઇતિહાસ ધરાવતા અને ગુનો કરવાની ટેવ ધરાવતા બે પુરુષો અને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચનાથી પાસા હેઠળ કાર્યવાહી કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

જેમાં થોડા સમય પહેલા મોરબીના રવાપર રોડ પર લીલા લેર પાસે જાહેરમાં થયેલ લૂંટમાં હથિયાર આપનાર શક્તિસિંહ જયદીપસિંહ જાડેજાને પાસાનું વોરન્ટ બજાવી સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે.જ્યારે વિશિપરા માં રહેતા હાજી અકબર માણેકને પાસા વોરન્ટ બજાવીને ભાવનગર જીલ્લા જેલ ખાતે જેલ હવાલે કરવામાં આવ્યો છે.અન્ય એક અવાર નવાર ગુના કરવાની ટેવ વાળી દેશી દારૂમાં સંડોવણી ધરાવતી સુરેન્દ્રનગરની મહિલા ફરીદા જ્યંતીભાઈ ચૌહાણને મોરબી એલસીબી દ્વારા પાસાં વોરન્ટ ની બજવણી કરી અટકાયત કરી લાજપોર જેલ હવાલે કરવામા આવી છે.
ઉપરોક્ત ત્રણેય રીઢા ગુનેગારોની પાસા વોરન્ટ હેઠળ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ તથા મહિલાની એલસીબી ટિમ દ્વારા અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.









