Sunday, November 16, 2025
HomeGujaratવાંકાનેરના ઢુંવા-માટેલ રોડ ઉપર સ્પા સંચાલક પર તલવારથી હુમલો: ચાર શખ્સ સામે...

વાંકાનેરના ઢુંવા-માટેલ રોડ ઉપર સ્પા સંચાલક પર તલવારથી હુમલો: ચાર શખ્સ સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના ઢુંવા-માટેલ રોડ ઉપર આવેલ માસ સ્પાના સંચાલક પર મસાજની રકમ ચૂકવવાના વિવાદને પગલે તલવારથી હુમલો તેમજ તોડફોડ કરવાના બનાવે ચકચાર મચાવી છે. મુખ્ય આરોપી ભૂપતભાઈ અને તેના સાથેના ત્રણ અજાણ્યા સાગરીતો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સંચાલક અને તેના પુત્ર સામે માર મારવાની ફરિયાદ હાલના આરોપીના ભત્રીજાએ નોંધાવી હતી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદના ફરિયાદી કાનાભાઈ કરશનભાઈ માલકિયા ઉવ.૪૦ રહે. જૂના ઢુવા રેલ્વે ફાટક પાસે તા.વાંકાનેર વાળાએ પોતાના અને પોતાની માલિકીના માસ સ્પા ઉપર થયેલ હુમલાની ઘટનાની વિગત આપી કે, આરોપી ભૂપતભાઈ રહે. પ્રેમજીનગર જી. મોરબી વાળાએ અગાઉ સ્પા પર મસાજ કરાવી ચૂક્યો હતો, પરંતુ રૂપિયા ચૂકવવા મુદ્દે વાદવિવાદ ચાલી રહ્યો હતો. આરોપી વારંવાર પુછપરછને બદલે ધમકીઓ આપતો રહ્યો હતો કે “મારે તને રૂપિયા આપવાના નથી” તથા “તારું સ્પા બંધ કરાવી દઈશ”. આઠેક દિવસ પહેલા તેણે ફોન પર ગાળો આપી “છરીના ઘા મારી દઈશ” જેવી ગંભીર ધમકી પણ આપી હતી. જે બાદ તા.૧૩/૧૧ના રોજ રાત્રે આરોપી ભૂપતભાઈ હાથમાં તલવાર લઈને અને સાથે ત્રણ અજાણ્યા સાગરીતો સાથે માસ સ્પા પર પહોંચી, આરોપીઓએ સ્પાની બહાર ગાળો બોલી ફરીયાદીને ધમકી આપી કે “બહાર નીકળ, તને મારી નાખવો છે”. ફરીયાદી ભયભીત થઈ સ્પાનુ શટર બંધ કરી દેતા, ત્યારે આરોપી ભૂપતભાઈએ શટરમાં તલવારના ઘા મારી, બે CCTV કેમેરા તોડી નાખ્યા હતા તેમજ ઉપરનો દરવાજો તોડી નાખ્યો અને AC ના કમ્પ્રેસરમાં નુકસાન પહોંચાડ્યું હતું. સાગરીતો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જે બાદ ફરી ફરીયાદી અને તેનો પુત્ર સ્પાથી ઘરે જતા સમયે આર.સી. પાન પેટ્રોલપંપ પાસે આરોપીઓએ ફરી હુમલો કરીને બંનેને અટકાવ્યા હતા. માથાકૂટ કરીને મુંઢ ઈજા, ગાળો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!