Saturday, January 4, 2025
HomeGujaratલ્યો બોલો ! મોરબીના આયુષ હોસ્પિટલ નજીક પાર્ક કરેલ સીએનજી રીક્ષા કોઈ...

લ્યો બોલો ! મોરબીના આયુષ હોસ્પિટલ નજીક પાર્ક કરેલ સીએનજી રીક્ષા કોઈ વાહન ચોર બઠાવી ગયા

મોરબીમાં સતત ટ્રાફિકથી ધમધમતા સાવસર પ્લોટમાં આવેલ આયુષ હોસ્પિટલ નજીક પાર્ક કરેલ સીએનજી રીક્ષા કોઈ અજાણ્યા વાહન ચોર દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના સિપાઈવાસ મસ્જિદવાળી શેરીમાં રહેતા અમીનભાઈ હારૂનભાઈ બેલીમ ઉવ.૩૨ વાળા પોતાના મિત્ર જગદીશભાઈના નામે રજીસ્ટર્ડ સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૦૨-વાયવાય-૫૭૦૨ ચલાવતા હોય ત્યારે ગઈ તા.૧૮/૦૮ના રોજ અમીનભાઈના પિતાને બીમારી સબબ સાવસર પ્લોટ સ્થિત આયુષ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હોય ત્યારે અમીનભાઈએ ઉપરોક્ત સીએનજી રીક્ષા આયુષ હોસ્પિટલથી આગળ શેરીમાં રોડ ઉપર રીક્ષા પાર્ક કરી હોસ્પિટલમાં પોતાના પિતાની દેખરેખ રાખવા રાત્રી રોકાણ કર્યું હોય ત્યારે બીજે દિવસે ૧૯/૦૮ના રોજ સવારે ૧૦ વાગ્યાની આસપાસ કામ સબબ હોસ્પિટલથી નીકળી જ્યાં રીક્ષા પાર્ક કરી હતી ત્યાં જઈને જોયું તો રીક્ષા કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોય, રીક્ષા-ચોરી બાબતે પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રુબ્રુસિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલ આરોપી અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!