આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું ગઢડાના ટાટમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જવા માટે મોરબી જીલ્લાના યુવાનો માટે વિશેષ વ્યવસ્થા રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે. જેના માટે અગ્રણીઓનો સંર્પક કરવા જણાવાયું છે.
મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લાના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, ઉપાધ્યક્ષ લખનભાઈ કક્કડ, મહામંત્રી શ્યામભાઈ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી તા.૧૩-૫ થી ૧૮-૫ દરમિયાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કરાટે, રાયફલ શુટીંગ, લાઠીદાવ, યોગાસન, બાધા, તિરંદાજી, ટ્રેકીંગ, રમત સમતા જેવા શારિરીક કાર્યક્રમ તેમજ બૌધ્ધિક વિષયો પર ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત પ્રાંત, પ્રદેશ તેમજ કેન્દ્રના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. મોરબી જીલ્લામાંથી જોડાવવા ઈચ્છુક ભાઈઓએ રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લાના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત મો. ૯૪૨૯૪૭૧૭૦૧, મહામંત્રી શ્યામભાઈ ચૌહાણ મો.૮૯૦૫૧૨૩૪૫૧ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબીના શહેર નાં અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી મો. ૮૭૫૮૧૨૦૪૩૫, શહેર ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ પાંવ-મો. ૯૫૭૪૦૮૩૧૧૧ પર સંપર્ક કરવા જણાવાયું છે. મોરબી જીલ્લા માંથી જોડાનાર તમામ યુવાનો માટે તમામ વ્યવસ્થા મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ તરફથી કરવામાં આવશે. જેની વધુ માહિતી માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવતનો જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે સાંજે ૬ થી ૮ માં સંપર્ક કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
મોરબી મંત્રી નિર્મિત કક્કડ દ્વારા જણાવવામાં આવ્યું છે.