પી.જી.પટેલ કોલેજના વિદ્યાથીઓ માટે રોટરી ક્લબ ઓફ મોરબીના સહયોગથી CPR ટેકનીકની તાલીમ આપવામાં આવી હતી. હાલના સમયમાં યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. જેને લઇને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે રોટરી કલબના સહયોગથી કોલેજના વિધાર્થીઓને ખાસ CPR અંગેની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી.
પી.જી.પટેલ કોલેજમાં રોટરી ક્લબ ઓફ મોરબીના સહયોગથી CPR ટેકનીકની તાલીમ આપવામાં આવી હતી. હાલના સમયમાં અયોગ્ય અને અનિયમિત ખાનપાન અને જીવન શૈલીના લીધે યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. જે આજના સમયમાં લાલબતી સમાન છે. જે સંવેદનશીલતાને અનુલક્ષીને કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા દ્વારા વિધાર્થીઓમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી રોટરી કલબના સહયોગથી કોલેજના વિધાર્થીઓ માટે ખાસ CPR અંગેની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. તેમજ આકસ્મિક હાર્ટ એટેકના કિસ્સાઓમાં કઈ રીતે અસરકારક CPR તાલીમ દ્વારા માનવ જિંદગી બચાવી શકાય તે અંગે મોરબી સિવિલ હોસ્પીટલના નિષ્ણાંત તબીબો ડો.હર્ષિત શાહ, ડો.અક્ષય ટાંક તેમજ ડો.રાજેન્દ્ર લોરિયાના માર્ગદર્શન હેઠળ વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ કિશોરસિંહ જાડેજા, હોદેદારો બંસીબેન શેઠ, અશોકભાઈ મહેતા અને મનુભાઈ પટેલ સહિતનાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.