રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સુચના મુજબ ટ્રાફિક નિયમોની અમલવારી કરવા રાજકોટ શહેરમાં વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કુલ ૩૦ વાહન ચાલકોને દંડ ફટકારાયા તેમજ ૧૪ વાહન ચાલકોને ઇ-ચલણ ઇસ્યુ કરી ૦૩ વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે.
રાજકોટના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા ACP મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક વિભાગના DYSP પૂજા યાદવ દ્વારા નામદાર હાઇકોર્ટ દ્વારા રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવતા ગઈકાલે તા.૨૦/૦૭/૨૦૨૫ના રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ડ્રાઇવ દરમિયાન કુલ ૩૦ વાહન ચાલકોને રૂ.૪૮,૫૦૦/-નો રોકડ દંડ અને કુલ ૧૪ વાહન ચાલકોને રૂ.૨૨,૫૦૦/-ના ઇ-ચલણ ઇસ્યુ કરી ૦૩ વાહન ડિટેઇન કરવામાં આયા છે.