પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધનાનો મહિનો. મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાતુર્માસ ઉપરાંત શ્રાવણમાં ખાસ ઉપવાસ કરતા હોય છે ત્યારે મોરબી સબ જેલમાં કેટલાક કેદીઓ શ્રાવણ મહિનાના ઉપવાસ કરે છે. આ કેદીઓ માટે જેલ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, આ માસમાં ઉપવાસ કરવાનુ વિશેષ મહાત્મય હોય છે.ત્યારે સામાન્ય લોકોની સાથે- સાથે જેલમાં બંધ કેદીઓ પણ આ શ્રાવણ માસમાં ઉપવાસ રહીને દેવાધિદેવ મહાદેવની આરાધના કરતા હોય છે. ત્યારે પવિત્ર શ્રાવણમાસ રેહતા મોરબી સબ જેલનાં ૪૫ જેટલા બંદીવાનો પૂરો મહિનાનો ઉપવાસ તેમજ ભજન કીર્તન કરતા હોઈ તેને જેલ નીયમો ઉપ્રરાત સેવા ભાવિ સંસ્થા દ્વારા ફરાળી ચેવડો, ફ્રૂટ, ફરાળી મીઠાઈનું દરરોજ વિતરણ કરવામાં આવે છે. આ અંગે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા અને જેલ સ્ટાફનો સહકાર રહેલ છે.