સ્પેશિયલ NIA-ATS કોર્ટે બુધવારે ગેરકાયદેસર ધર્મ પરિવર્તનના ત્રણ વર્ષ જૂના કેસમાં ઈસ્લામિક ઉપદેશક મૌલાના કલીમ સિદ્દીકી, ઈસ્લામિક દાવાહ સેન્ટરના સ્થાપક મોહમ્મદ ઉમર ગૌતમ સહિત 12 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ વિશેષ ન્યાયાધીશ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ અન્ય ચારને પણ 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. ATSએ આ કેસમાં 17 જેટલા આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારે ઈદ્રીસ કુરેશીને હાઈકોર્ટ તરફથી સ્ટે મળ્યો હતો. જ્યારે ચાર્જશીટમાં નામ આપવામાં આવેલા અન્ય 16ને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સ્પેશિયલ NIA-ATS કોર્ટે ગેરકાયદેસર ધર્મ પરિવર્તનના ત્રણ વર્ષ જૂના કેસમાં ઈસ્લામિક ઉપદેશક સહિત 12 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં ગૌતમ અને કલીમ સિદ્દીકી ઉપરાંત આજીવન સજા પામેલા ઈરફાન શેખ ઉર્ફે ઈરફાન ખાન, સલાહુદ્દીન જૈનુદ્દીન શેખ, પ્રસાદ રામેશ્વર કંવરે ઉર્ફે આદમ, અરસલાન મુસ્તફા ઉર્ફે ભૂપીર્યા બંધો, કૌશર આલમ, ફરાઝ બબુલ્લા શાહ, ધીરજ ગોવિંદ રાવ જગતતપ, સરફા અલી, સરફાન અલી, મુફ્તી જહાંગીર આલમ કાસમી અને અબ્દુલ્લા ઉમર, મોહમ્મદ સલીમ, રાહુલ ભોલા, મન્નુ યાદવ અને કુણાલ અશોક ચૌધરીને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમજ વધુમાં કોર્ટે પીડિત આદિત્ય ગુપ્તા અને મોહિત ચૌધરીને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. તેમજ વધુમાં જણાવ્યું છે કે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, લખનૌ, અન્ય બે પીડિત નીતિન પંત અને પરેશ લીલાધર હરોડેને વળતર ચૂકવવાનું નક્કી કરશે. ATSએ આ કેસમાં 17 જેટલા આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જ્યારે ઈદ્રીસ કુરેશીને હાઈકોર્ટ તરફથી સ્ટે મળ્યો હતો. જયારે ચાર્જશીટમાં નામ આપવામાં આવેલા અન્ય 16ને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સરકારી વકીલ એમ કે સિંહે જણાવ્યું હતું કે અમે આ કેસમાં 24 સાક્ષીઓને રજૂ કર્યા હતા.