વાંકાનેરમાં સગીરા પર કાકાએ જ નજર બગાડી હતી અને સગીરાનો ભોળપણનો લાભ લઈ વારંવાર દેહસંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં સગીરા ગર્ભવતી થતા સગીરાના પિતાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે આજે આરોપીને 20 વર્ષની કેદની સજા તથા રૂ.20,000/-નો દંડ ફટકાર્યો હતો.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં રહેતી સગીરા સાથે તેના જ કાકા એ દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવી દેતા સગીરાએ ગત 26/06/2021 ના રોજ બાળકીને જન્મ આપ્યો હતો. તેમજ સમગ્ર મામલે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો. જે કેસનો આજે મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને 10 મૌખીક પુરાવા અને 33 દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો ને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા તથા રૂ.20,000/-નો દંડ ફટકાર્યો છે. અને જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જાય તો 6 માસની વધુ સખ્ત કેદની સજા સંભળાવવામાં આવી છે. તેમજ ભોગબનનારને રૂ.4,12,500/-નું વળતર સરકાર તરફથી ચુકવવામાં આવશે.