ભારત માતા પુજન, આરતી અને સંવિધાન પૂજનના ચાર અલગ-અલગ સ્થળોએ આયોજન
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા મોરબી જીલ્લાના મોરબી અને હળવદ પ્રખંડમાં પ્રજાસત્તાક દિવસે ભારત માતા પુજન, આરતી અને સંવિધાન પૂજનના ચાર અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
મોરબી જીલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિની સંગઠનોએ ૨૬ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસના અવસર પર ચાર અલગ-અલગ સ્થળોએ ભારત માતા પુજન અને આરતી સાથે સંવિધાન પૂજનના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જેમાં મોરબીમાં જીલ્લા વિહિપ બજરંગ દળ દ્વારા નવા બસ સ્ટેન્ડ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે મોરબી પ્રખંડ દ્વારા જેલ ચોક, લીલાપર રોડ પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પ્રાંગણમાં ભારત માતા પુજન સાથે વિશેષ આરતી અને કાર્યક્રમ યોજાયો હતો, મોરબી જીલ્લા દુર્ગાવાહિની દ્વારા ઉમા ટાઉનશીપ ખાતે દુર્ગાવાહિનીની દીકરીઓ દ્વારા ચાલતા શક્તિ સાધના કેન્દ્રમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દીકરીઓને સંવિધાન વિશે સમજૂતી આપવામાં આવી. સાથે સાથે દેશભક્તિ ગીતોના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત હળવદ પ્રખંડમાં સરા ચોકડી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારત માતા પુજન સાથે મહા આરતી યોજાઈ હતી, આ કાર્યક્રમ દરમિયાન સંવિધાનના મૂલ્યો અંગે માહિતી આપવામાં આવી હતી.