રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની સુચના મુજબ વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” યોજાવમાં આવી હતી. જેમાં મોરબી પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી પોલીસ દ્વારા ગત તા.૨૫/૦૭/૨૦૨૫ થી તા.૨૯/૦૭/૨૦૨૫ ના મોરબી જીલ્લામાં “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ ” યોજવામાં આવી હતી અને આ ડ્રાઇવ દરમ્યાન HSRP/નંબર પ્લેટ વગર/ફેન્સી/તુટેલી નંબર પ્લેટ, ડાર્ક ફીલ્મ, શીટ બેલ્ટ, ચાલુ વાહને ફોનનો ઉપયોગ તથા ડ્રંક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) તથા વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા કેશની વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવી છે અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ BNS કલમ-૨૮૧ મુજબ કુલ ૫૫ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા છે. તેમજ અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ BNS કલમ-૨૮૫ મુજબ કુલ ૫૬ ગુના, ફૂંક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) વાહન ચાલક વિરૂધ્ધ એમ.વી.એક્ટ-૧૮૫ મુજબ ના કુલ ૧૦ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જયારે વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન એમ.વી.એકટ ૨૦૭ મુજબના ૧૧૦ વાહન ડીટેઇન કરવામાં આવ્યા છે. અને બ્લેક ફીલ્મ લગાવેલ કુલ ૧૬૭ કાર ચાલકો, HSRP/નંબર પ્લેટ વગર/ફેન્સી/તુટેલી નંબર પ્લેટ વાળા કુલ ૨૪૧ વાહન ચાલકો, ચાલુ વાહને ફોનનો ઉપયોગ કરતા ૧૧૫ વાહન ચાલકો તથા શીટ બેલ્ટનો ઉપયોગ ન કરનાર કુલ ૧૬૬ વાહન ચાલકોને સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવી છે. જયારે વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ ૪૮ કેશો કરવામાં આવ્યા છે. આમ આ વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન કુલ રૂ.૫૯,૨૪૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તેમજ આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ મોરબી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આગામી સમયમાં પણ ઉપરોકત ટ્રાફિક નિયમોનોનુ પાલન કરાવવા માટે તેમજ મોરબી જીલ્લાના લોકોની સલામતી અને જીલ્લામાં શાંતીનો માહોલ જળવાઈ રહે તેમજ મોરબી જીલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તેમજ મોરબી શહેરમાં ભારે વાહનો, વન-વે રોડ, એક-બેકી પાર્કિંગ વ્યવસ્થા તેમજ સમયાંતરે પ્રસિધ્ધ કરવામાં આવતા જાહેરનામાઓનુ લોકો પાલન કરે તેની મોરબી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે