Wednesday, January 8, 2025
HomeGujaratSPIPA UPDATE:સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા દ્વારા લેવાતી પ્રશિક્ષણના વર્ગો માટે ઓનલાઈન...

SPIPA UPDATE:સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા દ્વારા લેવાતી પ્રશિક્ષણના વર્ગો માટે ઓનલાઈન અરજી પ્રકિયા શરૂ

SPIPA IAS કોચિંગ ક્લાસીસ દ્વારા લેવાતી પ્રશિક્ષણના વર્ગો માટે ઓનલાઈન અરજી પ્રકિયા શરૂ કરવામાં આવી છે. SPIPA કોચિંગમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને બે પરીક્ષા આપવી પડશે. જેમાં પાસ થનાર વિદ્યાર્થીઓની બાદમાં નિબંધ નિબંધ કસોટી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, લેવાનાર બંને પરીક્ષા એક જ દિવસમાં યોજાશે.

- Advertisement -
- Advertisement -

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવાતી સિવિલ સર્વિસ પરીક્ષા માટેની વિના મુલ્યે તાલીમ આપતી સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા (SPIPA), અમદાવાદ ગુજરાત દ્વારા યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪(IAS, IS, IPS વગેરે) તેમજ બીજી ગ્રૂપ એ કેન્દ્રિય સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૩-૨૪ની પ્રવેશ પરીક્ષા ૨૦૨૩ માટે સ્પીપા દ્વારા ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. જેમાં કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા કે છેલ્લા વર્ષની પરીક્ષા દેનાર ઉમેદવારો અરજી કરી શકે છે. આ તાલીમમાં જે ઉમેદવારની માતૃભાષા ગુજરાતી હોય અથવા જે ઉમેદવારોએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ગુજરાતીમાંથી પાસ કરી હોય અથવા સ્નાતક કક્ષાની પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરેલ હોય અથવા ગુજરાતમાં પાંચ વર્ષનો વસવાટ કરેલ હોય અને ગુજરાતમાં સ્થાયી થયા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. જેમાં ઉમેદવારોની વય ૨૧ થી ૩૨ વર્ષ હોવી જરૂરી છે. જેમાં ઉપલી વયમાં SEBCને ત્રણ વર્ષ, SC/ST કેટેગરીને પાંચ વર્ષ, અંધ તેમજ શારીરિક વિક્લાંગ ઉમેદવારોને દશ વર્ષની છૂટ મળવાપાત્ર છે.

SPIPAમાં પ્રવેશ માટે તા.૯- ૭-૨૦૨૩ના રોજ પ્રવેશ પરીક્ષા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા ખાતે લેવામાં આવશે. જેમાં બે પેપર હશે. પેપર-૧ સવારે ૧૧ થી ૧માં જયારે પેપર-૨ બપોરે ૨ થી ૩-૩૦માં લેવાશે. પેપર-૧ સામાન્ય અભ્યાસનું કુલ ૧૦૦ પ્રશ્નો અને ૨૦૦ ગુણ હશે. જયારે પેપર-૨ ૫૦ પ્રશ્નો અને ૧૦૦ ગુણનું સામાન્ય અભ્યાસનું હશે. આ પ્રાથમિક પરીક્ષામાં જે ઉમેદવારો પાસ થશે. તે ઉમેદવારોની બીજા તબક્કામાં નિબંધ કસોટી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અહીં સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ.૩૦૦ ફી ભરવાની રહેશે. SC/ST/SEBC/ EWS દિવ્યાંગ માજી સૈનિકોએ અરજી ફી પેટે રૂ.૧૦૦ ફી ભરવાની રહેશે. આ ભરતી અંગેની વિશેષ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઇટ hpprprs://ojas.gujaapr .gov.in/ ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેમજ ઓનલાઈન અરજીની છેલ્લી તા.૩૧-૦૫-૨૦૨૩ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!