મોરબીમાં સાવસર પ્લોટ ખાતે આવેલ સાગર ઓર્થોપેડીક હોસ્પિટલ નજીક પાર્ક કરેલ બાઈકની કોઈ અજાણ્યા વાહન ચોર દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ગોકુળ ફાર્મ નજીક લોટસ બ્લોક બી-૪ નંબર ૮૦૧માં રહેતા દુર્લભજીભાઈ શિવાભાઈ કાવર ઉવ.૬૩ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું છે કે, ગઈ તા. ૧૨/૦૬ના રોજ દુર્લભજીભાઈના દીકરા વિપુલભાઈ તેમના નામે રજીસ્ટર હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-એચએમ-૮૯૮૫ લઈને સાગર ઓર્થોપેડીક હોસ્પિટલ નજીક ન્યુટેક લેબોરેટરીમાં આવેલ હતા, જ્યાં શેરીમાં મોટરસાયકલ પાર્ક કરીને વિપુલભાઈ બહારગામ ગયા હતા, તે દરમિયાન તે સ્થળેથી કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ મોટર સાયકલની ચોરી કરી લઈ ગયા હોય, જે બાઇક ચોરી અંગે પ્રથમ ઇ-એફઆઇઆર બાદ રૂબરૂ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, હાલ પોલીસે વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.