મોરબીમાં દિન પ્રતિદિન બાઈક ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ એક બાઈક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં શકત શનાળા ગામની બાજુમા મોર ભગતની વાડીમાં પાર્ક કરેલ બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ઉપાડી જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, શકત શનાળા ગામની બાજુમા મોર ભગતની વાડીમાં રહેતા દિલિપભાઇ લાલજીભાઇ પરમાર નામના યુવકે તા.૦૮/૦૪/૨૦૨૩ ના રોજ રાતના આશરે બે વાગ્યા આસપાસ પોતાની GJ-36-AG-4471 નંબરની હિરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક પોતાના ઘર પાસે પાર્ક કરેલ હતી. જે કોઈ અજાણ્યો ચોર ઈસમ રાત્રીના અંધારાનો લાભ લઈ ચોરી ગયો હતો. જે સવારે ફરિયાદીએ આવી જોતા તેને સ્થળ પર પોતાની બાઈક જોવા ન મળતા તેણે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.


                                    






