હળવદના સરા રોડ ઉપર આવેલ સિદ્ધનાથ સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલ ચોકીદારના મોટર સાયકલની અજાણ્યા વાહન ચોર દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, હળવદના સરા રોડ ઉપર સિદ્ધનાથ પાર્ક શેરી નં.૨ માં રહેતા નરશીભાઈ નારણભાઇ ધારીયા પરમાર ઉવ.૬૨ એ પોતાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૦૬-એઆર-૨૫૩૪ વાળું મોટર સાયકલ ગઈ તા.૦૨/૧૨ ના રોજ પોતાના ઘર પાસે પાર્ક કર્યું હતું, જે બાદ રાત્રીના નરશીભાઈને ચોકીદારીની નોકરી કરવા જવાનું હોય જેથી રાત્રીના ૮ વાગ્યે નોકરી ઉપર જવા પોતાના ઘર બહાર આવી જોતા પોતાનું ઉપરોક્ત બાઇક ક્યાંય જોવા ન મળતા, બાઇક અંગે સોસાયટીમાં તથા આસપાસ તપાસ કરતા, બાઇક મળી આવેલ નહિ, જેથી પ્રથમ ઇ-એફઆઇઆર બાદ હળવદ પોલીસ મથકે રૂબરૂ મોટર સાયકલ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.









