વિદ્યાર્થી તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર પૂજન તથા શાસ્ત્રનું વિધિવત પૂજનનું આયોજન કરાશે.
મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા અને મહામંત્રી નરેન્દ્રભાઈ મહેતાની યાદીમાં જણાવ્યા અનુસાર તા.૧૨ ઓક્ટોબર ૨૦૨૪ વિજ્યા દશમીના પાવન પર્વના દિવસે તેજસ્વીતા અભિવાદન સમારોહ અને શસ્ત્ર તથા શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવશે.
આ ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી વિજ્યાદશમી તારીખ ૧૨ ઓકટોબર ૨૦૨૪ને શનિવારે ઔદીચ્ય જ્ઞાતિની ભોજનશાળા સબજેલ પાસે વાંકાનેર દરવાજા, ખાતે સાંજે ૫ વાગ્યે રાખવામાં આવેલ છે. જે અંતર્ગત તેજસ્વીતા અભિવાદનમાં ધોરણ ૧થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરી પ્રમાણપત્ર આપવામાં આવશે તથા શસ્ત્ર પૂજન તેમજ શાસ્ત્ર પૂજન કરવામાં આવશે. તો આ ત્રિવિધ સમારંભમાં જોડાવા ઔદીચ્ય વિદ્યોતેજક મંડળના દરેક આજીવન સભ્યોને આ સમારંભમાં હાજર રહી આપના બાળકોને પ્રોત્સાહિત કરવા અચૂક હાજર રહેશો.
ઉપરોક્ત ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ, મંત્રી તથા સર્વે ટ્રસ્ટી દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેવું યાદીમાં જણાવવામાં આવ્યું છે.