મોરબી : મોરબીમાં રાધે પાર્ટી પ્લોટ મુકામે શ્રી જુનાદેવળીયા ઉમા પરિવારના તૃતીય સ્નેહમિલન સમારોહનું તા.24/12/2023 ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે સ્ટેજ પર માત્ર ઉમિયા માતાજી તેમજ સરદાર પટેલ સાહેબની છબીને જ સ્થાન આપવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના 367 જેટલાં પટેલ પરિવાર મોરબીમાં વસે છે.તેમના માટે તૃતીય સ્નેહમિલન સમારોહનું ગામના જ ઉચ્ચ કક્ષાના નિવૃત કર્મચારીઓ તથા દેવળીયા ગામના જ ગામનું ગૌરવ એવા શ્રી જીતુભાઇ એમ. ભોરણીયા (ડેપ્યુટી કમિશ્નર ઓફ મ્યુન્સિપલ, ગાંધીનગર ) હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી. રાષ્ટ્રીય ગાન દ્વારા દેશભક્તિ ઉજાગર કરીને નાની નાની બાળાઓએ ઉમિયા માતાજીની આરતી ઉતારી હતી.
આ કાર્યક્રમના પહેલા ભાગમાં નાની નાની બાળાઓએ અભિનય સાથે પ્રાર્થના ગીત, દેશભક્તિ ગીત પર નૃત્ય તેમજ શાખા પ્રાર્થના , સંયુક્ત કુટુંબ vs વિભક્ત કુટુંબ ,જન નિર્માણ સે રાષ્ટ્ર્ર નિર્માણ,સરદાર વલ્લભભાઈ પટેલ, ઝાંસીની રાણી, મહારાણા પ્રતાપ , મારી માં, પરિવાર અને વ્યસનમુક્તિ જેવા વિષયો પર ઘણા બધા બાળકોએ સ્પીચ આપીને સૌને ખુશ કરી દીધા..
આ કાર્યક્રમના બીજા ભાગમાં રમત ગમતમાં કે.જી થી ધોરણ 12 સુધીના બોય્સ અને ગર્લ્સને અલગ અલગ રીતે કેટલા રે કેટલા,સંગીત ખુરશી, મોઢે ચાંદલા ચોડવા , ફુગ્ગામાં હવા ભરી ગ્લાસ ભેગા કરવા અને વન મિનિટ જેવી મેમરી ગેમ રમીને ખૂબ આનંદ કર્યો.. સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રમત ગમત માં ભાગ લીધેલ આશરે 200 જેટલાં વિદ્યાર્થીઓને તેમના ધોરણ મુજબ ક્લે ડોલ,ડોમ્સ કલર કીટ, પેડ અને કંપાસ,પાણીની બોટલ જેવા ઇનામ આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું . સાથે સાથે રમત ગમતમાં પ્રથમ ત્રણ નંબર અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ દરેક વિદ્યાર્થીને શિલ્ડ આપીને પ્રોત્સાહન આપીને શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં વિશેષ જુના દેવળીયા પરિવારના મેડિકલ ક્ષેત્રના ફિજિયોથેરાપીસ્ટ થી લયીને M. D.ની લાયકાત ધરાવતા તમામ 16 જેટલાં ડોક્ટરો અને ગુજરાત સરકારના કોઈ પણ વિભાગમાં હાલ કાર્યરત હોય તેવા તમામ અધિકારીઓ,માધ્યમિક અને પ્રાથમિક શાળાના શિક્ષકો, મંત્રીઓ અને બેંક કર્મીઓ , પોસ્ટ અને ઇરીગેશન વિભાગ વેગેરેના 35 જેટલાં કર્મચારીઓનું ગામના જ વિવિધ વિભાગમાંથી નિવૃત થયેલા કર્મચારીઓના વરદ હસ્તે પુસ્તકથી અભિવાદન અને પરિચય કરાવ્યો હતો.તેમજ રમત ગમત ક્ષેત્રમાં તાલુકા કક્ષાએ સિદ્ધિ મેળવેલ અને હાલમાં જ મેડિકલ ક્ષેત્રનો અભ્યાસ કરતા વિદ્યાર્થી જોટાણીયા કિશન અરવિંદભાઈ UPSC માં મૈઈન્સ એક્ષામ ક્લીયર કરી તે બદલ વિશિષ્ટ સિદ્ધિ શિલ્ડથી પ્રોત્સાહિત કર્યા હતા.
આ તકે ગામના શ્રી જે. એમ. ભોરણીયા સાહેબે (ડેપ્યુટી કમિશ્નર ઓફ મ્યુન્સિપલ ગાંધીનગર જિલ્લો ) સમાજમાં વધતા જતા વ્યશન, ફેશન, અન્ય દુષણો જેવી કેટલીક કુટેવોથી દૂર રહેવા ટકોર કરી હતી.ગામડાનુ મહત્વ, શહેરમાં રહીને જે ગામે માટે ભેગા થાવ છો તો એ ગામના ગામડાના માટે શું કરી શકાય, ગામડાનુ ક્લચર જાળવવું, તહેવારો ગામડામાં ઉજવો, બાળકોના ઘડતર અને કુટુંબ અનુશાસન, શિક્ષણ જેવા મુદા પર વાત કરી બાળક સર્વાંગી વિકાસ અને આદર્શ સમાજની ઝાંખી કરવી હતી
અંતે સૌ પરિવારજનોએ સામુહિક ભોજન લીધા બાદ બહેનો માટે દાંડિયા રાસનુ પણ આયોજન કર્યુ હતું. બધા પરિવારજનો ગરબા રમીને પણ ખૂબ આનંદીત થયા હતા.. અને બાળકોએ ખૂબ ધીંગા મસ્તી કરીને પોતાના બાળપણને ઉજાગર કર્યુ હતું.
માં ઉમિયાની કૃપા અને દેવળીયાના તમામ પરિવારના તન, મન અને ધનના સાથ સહકારથી આ કાર્યક્રમ સારી રીતે દીપી ઉઠ્યો હતો.આ કાર્યક્રમ ને સફળ બનાવવા જેમણે પણ તન, મન અને ધનથી જે કઈ સહયોગ આપ્યો છે એ બદલ શ્રી જુના દેવળીયા ઉમા પરિવાર આયોજક સમિતિ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને અભિનંદન પાઠવે છે. શ્રી જુના દેવળીયા ઉમા પરિવાર આયોજક સમિતિની મહેનતને પણ તમામ ગામ લોકોએ બિરદાવી હતી અને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.